મસ્કત3 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયા-A ટીમ ઈમર્જિંગ એશિયા કપ 2024માંથી બહાર થઈ ગઈ છે. અફઘાનિસ્તાન A એ શુક્રવારે મસ્કતના અલ અમીરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સેમિફાઈનલમાં ભારતને 20 રને હરાવ્યું હતું.
અફઘાનિસ્તાને ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન જ બનાવી શકી હતી.
હવે અફઘાનિસ્તાન-A 27મી ઓક્ટોબરે યોજાનારી ફાઈનલ મેચમાં શ્રીલંકા-A સામે ટકરાશે. અન્ય એક સેમિફાઈનલમાં શ્રીલંકા-A પાકિસ્તાન-એને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
રમનદીપે 64 રન બનાવ્યા ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમે સતત વિકેટો ગુમાવી હતી. એક સમયે ટીમનો સ્કોર પાંચ વિકેટે 100 રન હતો. અહીંથી રમણદીપ સિંહે ઇનિંગને સંભાળી લીધી અને ઝડપી બેટિંગ કરી. પરંતુ તેની ઈનિંગ ભારતને મેચ જીતી શકી ન હતી. રમનદીપે 34 બોલમાં 64 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આયુષ બદોનીએ 31 રન અને નિશાંત સિંધુએ 23 રનનું યોગદાન આપ્યું હતું. અફઘાનિસ્તાન-A માટે અલ્લાહ ગઝનફર અને અબ્દુલ રહેમાને બે-બે વિકેટ લીધી હતી.
રમણદીપે 34 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી.
અફઘાનિસ્તાન તરફથી બે અડધી સદી આવી અફઘાનિસ્તાન-A માટે પ્રથમ બેટિંગ કરતા ઝુબેદ અકબરી અને સિદીકુલ્લાહ અટલે સાથે મળીને પ્રથમ વિકેટ માટે 137 રન બનાવ્યા હતા. અટલે 52 બોલમાં 83 રન બનાવ્યા હતા. જ્યારે અકબરીએ 41 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. કરીમ જનાતે પણ 41 રનનું યોગદાન આપ્યું હતું. ઈન્ડિયા-A તરફથી રાસિખ સલામે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
ભારત ગ્રૂપ-Bમાં ટોપ પર રહ્યું ઈન્ડિયા-A ગ્રૂપ સ્ટેજમાં રમાયેલી ત્રણેય મેચ જીતી અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહીને સેમિફાઈનલમાં જગ્યા બનાવી હતી.
પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા છે ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપની આ છઠ્ઠી સિઝન છે. આ વખતે છ ટીમે ભાગ લીધો હતો. ગ્રૂપ-Aમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રૂ-Bમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEનો સમાવેશ થાય છે. પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા છે. ભારતે એકવાર જીત મેળવી છે. ભારતે 2013માં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.