સ્પોર્ટ્સ ડેસ્ક17 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયા-A એ ઇમર્જિંગ એશિયા કપ 2024માં તેની પહેલી મેચમાં પાકિસ્તાન-A ને 7 રને હરાવ્યું છે. ભારતીય કેપ્ટન તિલક વર્માએ શનિવારે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી. કેપ્ટન તિલક વર્માએ 44 રન બનાવ્યા હતા. અંશુલ કંબોજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. અંશુલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
સુફિયાને અભિષેકને સેન્ડ ઑફ આપ્યું મેચ દરમિયાન અભિષેક શર્મા અને પાકિસ્તાની બોલર સુફિયાન મુકીમ વચ્ચે બોલાચાલી થઈ હતી. સુફીયાન પાકિસ્તાન માટે સાતમી ઓવર નાખવા આવ્યો હતો. તેણે ઓવરના પહેલા જ બોલ પર અભિષેકની વિકેટ લીધી હતી. અભિષેકને આઉટ કર્યા બાદ સુફિયાને મોં પર આંગળી રાખીને તેને સેન્ડ ઑફ આપ્યું. આ જોઈને અભિષેક ગુસ્સે થઈ ગયો અને તેની સામે જોવા લાગ્યો અને બંને વચ્ચે બોલાચાલી થઈ. આ પછી અમ્પાયરે દરમિયાનગીરી કરી હતી.
ભારતીય ઓલરાઉન્ડર અભિષેક શર્મા (જમણે) અને પાકિસ્તાની બોલર સુફીયાન વચ્ચે બોલાચાલી થઈ હતી.
તિલકે 44 રનની ઇનિંગ રમી ઈન્ડિયા-A તરફથી તિલક વર્માએ 35 બોલમાં 44 રન બનાવ્યા. વિકેટકીપર બેટર પ્રભસિમરન સિંહે 36 રન અને સ્ટાર ઓપનર અભિષેક વર્માએ 35 રન બનાવ્યા હતા. નેહલ વાઢેરાએ 25 રન અને રમણદીપ સિંહે 17 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન-A તરફથી સુફીયાન મુકીમે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી.
ઈન્ડિયા-Aના કેપ્ટન તિલક વર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
અંશુલ કંબોજે 3 વિકેટ લીધી ટાર્ગેટને ચેઝ કરી રહેલી પાકિસ્તાન-A માટે અરાફત મિન્હાસે 29 બોલમાં 41 રનની સૌથી વધુ ઈનિંગ રમી હતી. જ્યારે યાસિર ખાને 33 અને કાસિમ અકરમે 27 રનનું યોગદાન આપ્યું હતું. ઈન્ડિયા-A તરફથી અંશુલ કંબોજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.
રમનદીપ સિંહે ડાઇવિંગ કરીને એક હાથે કેચ લીધો પાકિસ્તાનની ઇનિંગ દરમિયાન ડાબોડી સ્પિનર નિશાંત સિંધુ નવમી ઓવર નાખવા આવ્યો હતો. તેની ઓવરનો પહેલો જ બોલ યાસિર ખાને પુલ રમ્યો હતો. બોલ 4 રન માટે ડીપ મિડ-વિકેટ બાઉન્ડરી તરફ જઈ રહ્યો હતો પરંતુ પછી રમનદીપ દોડતા દોડતા ત્યાં પહોંચી ગયો અને જમણા હાથે ડાઈવિંગ કેચ પકડ્યો.
રમણદીપે ડાઇવ કરીને જમણા હાથે શાનદાર કેચ લીધો હતો.
પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપની આ છઠ્ઠી સિઝન છે. આ વખતે છ ટીમ ભાગ લઈ રહી છે. ગ્રૂપ Aમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને હોંગકોંગ છે. જ્યારે ગ્રૂપ Bમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAEનો સમાવેશ થાય છે. પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા છે. જ્યારે ભારત એક વખત જીત્યું છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), રમનદીપ સિંહ, અંશુલ કંબોજ, આયુષ બદોની, નેહલ વાઢેરા, નિશાંત સિંધુ, રાહુલ ચાહર, રાસિખ દાર સલામ અને વૈભવ અરોરા.
પાકિસ્તાન-A: મોહમ્મદ હારિસ (વિકેટકીપર/કેપ્ટન), હૈદર અલી, યાસિર ખાન, ઓમેર યુસુફ, કાસિમ અકરમ, અબ્દુલ સમદ, અરાફાત મિન્હાસ, અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ ઈમરાન, જમાન ખાન અે સુફિયાન મુકીમ.