સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ઇમર્જિંગ એશિયા કપમાં ઈન્ડિયા-Aનું શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. તિલક વર્માની આગેવાનીની ટીમે હવે ત્રીજી મેચમાં ઓમાનને 6 વિકેટે હરાવ્યું હતું. ટીમની આ સતત ત્રીજી જીત છે. ગ્રૂપ સ્ટેજના અંત સુધી ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહી હતી. ટીમ સેમિફાઈનલમાં અફઘાનિસ્તાન-A સામે ટકરાશે. આ મેચ 25મી ઓક્ટોબરે રમાશે.
ઓમાને બુધવારે અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને ભારતને 141 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ભારતીય ટીમે 15.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
આયુષ બદોનીએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી ભારત તરફથી આયુષ બદોનીએ 27 બોલમાં સૌથી વધુ 51 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન તિલક વર્માએ અણનમ 36 રન બનાવ્યા હતા. ઓપનર અભિષેક શર્માએ 34 રનનું યોગદાન આપ્યું હતું.
તિલક વર્માએ અણનમ 36 રન બનાવ્યા હતા.
ઓમાને 140 રન બનાવ્યા ભારતીય ટીમ ઓમાનને ઓલઆઉટ કરી શકી નહોતી. ઓમાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 140 રન બનાવ્યા હતા. મોહમ્મદ નદીમે સૌથી વધુ 41 રનની ઇનિંગ રમી હતી. હમ્માદ મિર્ઝાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી આકિબ ખાન, રશિખ દાર, નિશાંત સંધુ, રમનદીપ અને સાઈ કિશોરને 1-1 વિકેટ મળી હતી.
ભારતે બીજી મેચ 7 વિકેટે જીતી લીધી હતી ઈન્ડિયા-A એ બીજી મેચમાં UAE ને 7 વિકેટે હરાવ્યું હતું. સોમવારે UAEના કેપ્ટન બાસિલ અહેમદે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી અભિષેક શર્માએ ફિફ્ટી ફટકારી હતી જ્યારે રસિક સલામે 3 વિકેટ લીધી હતી.
ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી અને UAEને 16.5 ઓવરમાં 107 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું. ઈન્ડિયા-A માટે રાસિખ સલામે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી જ્યારે રમણદીપે બે વિકેટ લીધી હતી. ભારતે 108 રનનો ટાર્ગેટ 10.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. આયુષ બદોનીએ ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી.
પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 રને હરાવ્યું હતું ઈન્ડિયા-A એ તેમની પ્રથમ મેચમાં પાકિસ્તાન-A ને 7 રને હરાવ્યું હતું. શનિવારે ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતીય કેપ્ટન તિલક વર્માએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 176 રન જ બનાવી શકી હતી. કેપ્ટન તિલક વર્માએ 44 રન બનાવ્યા હતા. અંશુલ કંબોજે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી.