8 કલાક પેહલા
- કૉપી લિંક
સર્બિયાને હરાવીને ઇંગ્લેન્ડે યુરો કપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. આ જીત સાથે તે ગ્રુપ સીમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ મેચ પહેલાં ડેનમાર્ક અને સ્લોવેનિયા વચ્ચે રમાયેલી મેચ 1-1થી ડ્રો રહી હતી.
જર્મનીમાં રમાઈ રહેલા યુરો કપની 17મી સિઝનમાં રવિવારે ઇંગ્લેન્ડે ગ્રૂપ-Cની મેચમાં સર્બિયાને 1-0થી હરાવ્યું હતું. ઇંગ્લેન્ડની જીતનો હીરો જુડ બેલિંગહામને જાય છે.
બેલિંગહામે પ્રથમ હાફમાં ગોલ કરીને ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. ઇંગ્લેન્ડે મેચના અંત સુધી આ લીડ જાળવી રાખી હતી. રિયલ મેડ્રિડ તરફથી રમતા બેલિંગહામે મેચની 13મી મિનિટે બુકાયો સાકાના ક્રોસ પરથી હેડર ફટકારીને ટીમને લીડ અપાવી હતી.
મેચ પહેલાં સર્બિયા અને ઇંગ્લેન્ડના ચાહકો એકબીજા સાથે ટકરાયા
રવિવારે ઇંગ્લેન્ડ અને સર્બિયા વચ્ચેની મેચ પહેલા બંને દેશના ચાહકો એકબીજા સાથે ટકરાયા હતા. જે બાદ સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.
રવિવારે ઇંગ્લેન્ડ અને સર્બિયા વચ્ચેની મેચ પહેલાં બંને દેશના ચાહકો એકબીજા સાથે ટકરાયા હતા.
સર્બિયા અને ઇંગ્લેન્ડના ચાહકો એકબીજા સાથે અથડાયા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી.
બીજા હાફમાં ઇંગ્લેન્ડના કેપ્ટને ગોલ ડિફરન્સ વધારવાનો પ્રયાસ કર્યો
બીજા હાફમાં ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી કેને લીડ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સર્બિયાના ગોલકીપર પ્રેડ્રેગ રાજકોવિચે કેનનું હેડર રોકી દીધું હતું અને ઇંગ્લેન્ડની લીડ 1-0થી આગળ વધી શકી નહોતી.
કોઈપણ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ માટે હેરી કેને સૌથી વધુ મેચ રમી
યુરો કપમાં હેરી કેનની આ 23મી મેચ હતી. તે કોઈપણ મોટી ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બન્યો. કેને મેચ બાદ કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ મેચ હતી. સર્બિયા પાસે કેટલાક સારા ખેલાડીઓ છે અને તેમની ટીમને હરાવવી સરળ નથી. આ મેચમાંથી 3 પોઈન્ટ મેળવવું સારું હતું.