મેલબોર્ન43 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ અમ્પાયર સિમોન ટૉફેલે મેલબોર્ન ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલને આઉટ આપવાના થર્ડ અમ્પાયરના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે.
ICCની એલિટ પેનલના પૂર્વ અમ્પાયરે ચેનલ-7ને કહ્યું- અમ્પાયરે સાચો નિર્ણય લીધો છે. 53 વર્ષના અમ્પાયરે કહ્યું- ‘મારા મતે નિર્ણય આઉટ હતો. થર્ડ અમ્પાયરે સાચો નિર્ણય લીધો. ટેક્નોલોજી પ્રોટોકોલ સાથે પણ, અમે પુરાવાઓ જોઈએ છીએ અને જો અમ્પાયરને લાગે છે કે બેટ સાથે અથડાયા પછી બોલની દિશા બદલાઈ ગઈ છે, તો આવા મામલે સાબિત કરવા માટે અન્ય કોઈપણ પ્રકારની તકનીકનો ઉપયોગ કરવાની જરૂર નથી.’
ટૉફેલે કહ્યું, ‘બોલની દિશામાં થોડો ફેરફાર પણ નિર્ણાયક પુરાવા છે. આ ચોક્કસ કેસમાં આપણે થર્ડ અમ્પાયર પાસેથી જે જોયું છે તે એ છે કે તેણે ટેક્નોલોજીનો ઉપયોગ સહાય તરીકે કર્યો હતો. કારણ ગમે તે હોય, આ કેસમાં ઓડિયો (સ્નીકો)માં આ પ્રતિબિંબિત થયું નથી.’
સિમોન ટૉફેલ કોણ છે? સિમોન ટૉફેલ ICC એલિટ પેનલના ભૂતપૂર્વ અમ્પાયર છે. ઓસ્ટ્રેલિયાના આ ભૂતપૂર્વ અમ્પાયરે 87 ટેસ્ટ, 221 ODI અને 42 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1971ના રોજ ઓસ્ટ્રેલિયાના લિયોનાર્ડ્સમાં થયો હતો.
એક દિવસ પહેલાં વિવાદ થયો હતો એક દિવસ પહેલાં એટલે કે મંગળવારે 30 ડિસેમ્બરે મેલબોર્ન ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલની વિકેટ પર થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને વિવાદ થયો હતો. હકીકતમાં મેલબોર્ન ટેસ્ટના છેલ્લા દિવસે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે યશસ્વી સામે બોલ પર કેચની અપીલ કરી હતી. ઓન-ફિલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપ્યો, પરંતુ ઓસ્ટ્રેલિયાએ DRS લીધું અને થર્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ જાહેર કર્યો.
DRSમાં, સ્નીકો મીટરે બતાવ્યું કે બોલ બેટ સાથે અથડાયો નથી અને અવાજ નથી. આમ છતાં, થર્ડ અમ્પાયરે વિઝ્યુઅલ ડિફ્લેક્શનના આધારે યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો. યશસ્વીએ આ નિર્ણય પર ઓન-ફિલ્ડ અમ્પાયરને સવાલ પણ કર્યા હતા, પરંતુ નિર્ણય બદલાયો નહોતો.
થર્ડ અમ્પાયરે આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે ટીમ ઈન્ડિયા હારનો ખતરો હતો અને યશસ્વી 84 રન બનાવીને ટીમની આગેવાની કરી રહ્યો હતો. આ નિર્ણય બાદ મેદાનમાં હાજર ભારતીય ચાહકોએ ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા.
4 તસવીરોમાં અમ્પાયરનો નિર્ણય
1. યશસ્વીના શોટ પર DRS લેવામાં આવ્યું હતું
યશસ્વીની કેચની અપીલ ઓન-ફિલ્ડ અમ્પાયરે ફગાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ DRS લીધું.
2. સ્નિકોમીટરમાં બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક નથી
સ્નિકોમીટરથી સ્પષ્ટ હતું કે બોલ બેટ સાથે અથડાયો નહોતો. કોઈ તકનીકી પુરાવા મળ્યા નહોતા.
3. વિઝ્યુઅલ એવિડન્સમાં બોલનું ડિફ્લેક્શન દેખાયું
વિઝ્યુઅલ એવિડન્સમાં બોલનું ડિફ્લેક્શન દેખાયું, એટલે કે બોલની દિશા બદલાતી દેખાઈ હતી.
4. ફિલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરના નિર્ણયની જાહેરાત કરી
ટીવી અમ્પાયર શરફુદુલ્લાહે આઉટનો નિર્ણય જાહેર કર્યો હતો, જે ફિલ્ડ અમ્પાયરે ખેલાડીઓને જણાવ્યું હતું.
નિર્ણય પર કેમ થયો વિવાદ, જાણો 5 સવાલ-જવાબમાં…
1. થર્ડ અમ્પાયરે કયા આધારે નિર્ણય આપ્યો? બાંગ્લાદેશના અમ્પાયર શરફુદુલ્લા થર્ડ અમ્પાયરિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. નિર્ણય લેવા માટે તેમની સમક્ષ બે પુરાવા મૂકવામાં હતા. પ્રથમ સ્નિકોમીટર અને વિઝ્યુઅલ એવિડન્સનો પુરાવો. શરફુદુલ્લાએ સ્નિકોમીટરમાં બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક જોયો ન હતો, કારણ કે કોઈ અવાજ આવ્યો નહોતો, પરંતુ ગ્લવ્ઝમાંથી બોલની નિકટતા અને ડિફ્લેક્શનના આધારે અમ્પાયરે યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો.
2. ગાવસ્કરે નિર્ણયને ખોટો કેમ ગણાવ્યો? મેચ દરમિયાન કોમેન્ટરી કરી રહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું, “તમે નિર્ણય લેતી વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો. સ્નિકોમીટર પર સ્પષ્ટ દેખાતું હતું કે તે આઉટ નથી. આ સંપૂર્ણપણે ખોટો નિર્ણય છે. તમે દબાણમાં નિર્ણય લઈ રહ્યા છો. અમ્પાયરને યશસ્વી આઉટ હોવાના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા, તેથી તેને આઉટ આપવો સંપૂર્ણપણે ખોટું છે.”
3. ICC નિયમો શું કહે છે?
- ICC ક્રિકેટ નિયમ 31.6 મુજબ, “બેનિફિટ ઑફ ડાઉટ એટલે કે શંકાનો લાભ” હંમેશાં બેટર્સને મળવો જોઈએ, મતલબ કે જો કોઈ અમ્પાયરને આઉટ કરવાના નિર્ણય અંગે અચોક્કસ હોય તો તેણે બેટર્સને “નોટ આઉટ” કરવાનો નિયમ રાખવો જોઈએ. આ એટલા માટે છે, કારણ કે બેટર્સને ઇનિંગ્સ રમવાની માત્ર એક જ તક મળે છે અને તેને નાના કોલ પર આઉટ ન કરવો જોઇએ.
- ICCના નિયમો અનુસાર, DRS દરમિયાન ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય પણ મોટી ભૂમિકા ભજવે છે. જો ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હોય તો નિર્ણય લેતી વખતે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો અમ્પાયરે આઉટ જાહેર કર્યો હોય, તો તે થર્ડ અમ્પાયરના નિર્ણયમાં પણ ભૂમિકા ભજવે છે. LBWના નિર્ણયોમાં DRS દરમિયાન માત્ર અમ્પાયરના કોલથી જ નિર્ણય લેવામાં આવે છે.
4. રાહુલના નિર્ણયમાં સ્નિકોને આધાર બનાવ્યો, તો યશસ્વીમાં કેમ નહીં?
- સિરીઝની પ્રથમ મેચમાં પણ વિકેટને લઈને વિવાદ થયો હતો. પહેલી મેચમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન કેએલ રાહુલને આઉટ કરવા પર વિવાદ થયો હતો. સ્ટાર્કે 23મી ઓવરનો બીજો બોલ ફેંક્યો, જેને રાહુલે ડિફેન્ડ પ્રયાસ કર્યો. બોલ વિકેટકીપર એલેક્સ કેરીના હાથમાં ગયો.
- આખી ઓસ્ટ્રેલિયન ટીમે અપીલ કરી, પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયરે આઉટ ન આપ્યો.
- ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે રિવ્યૂ લીધો હતો. જ્યારે રિવ્યૂમાં રિપ્લે બતાવ્યું, ત્યારે બેટ અને બોલ વચ્ચેનો ગેપ પાછળના કેમેરાના એંગલથી સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ તેમ છતાં સ્નિકોમીટરમાં સ્પાઇક દેખાતો હતો. આમ, થર્ડ અમ્પાયરે કેએલ રાહુલને આઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરે સ્નિકોમીટરના આધારે આ નિર્ણય લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…
- ચોથી ટેસ્ટમાં યશસ્વી અંગે થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ કોમેન્ટેટર જતીન સપ્રુ, ઈરફાન પઠાણ અને સુનીલ ગાવસ્કરે સવાલ ઉઠાવ્યો હતો કે જો રાહુલના નિર્ણય માટે સ્નિકોમીટરનો ઉપયોગ કર્યો હતો તો યશસ્વીના નિર્ણયમાં સ્નિકોમીટરની ટેક્નોલોજીને કેમ અવગણવામાં આવી. શા માટે આ બેવડું વલણ અપનાવ્યું?
પર્થ ટેસ્ટમાં રાહુલના આઉટ થવા પર પણ વિવાદ થયો હતો.
5. યશસ્વીની વિકેટ બાદ ભારત ટેસ્ટ કેવી રીતે હારી ગયું? યશસ્વી 71મી ઓવરમાં આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 વિકેટે 140 રન હતો. ભારત પછીની 8 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ હારી ગઈ હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 5 ટેસ્ટ મેચ રમવાની છે. 4 ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-1થી આગળ છે.
ભારતની હારનું કારણ ટોપ ઓર્ડરના બેટર્સનું ખરાબ પ્રદર્શન હતું. યશસ્વી સિવાય પ્રથમ ત્રણ બેટર્સ રોહિત શર્મા (9), કેએલ રાહુલ (0) અને વિરાટ કોહલી (5) બે આંકડા સુધી પહોંચી શક્યા નહોતા. રિષભ પંતનો ખરાબ શોટ પણ ટર્નિંગ પોઈન્ટ બન્યો. યશસ્વીએ રિષભ પંત સાથે 88 રનની ભાગીદારી કરીને ટીમને શરૂઆતના આંચકામાંથી બચાવી હતી, પરંતુ પંતે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મેચની સંપૂર્ણ સ્થિતિ જાણો…
રાજીવ શુક્લાએ પણ જયસ્વાલના આઉટ થવા પર નારાજગી ઠાલવી BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા આ નિર્ણયથી નારાજ જોવા મળ્યા હતા. રાજીવ શુક્લાએ ‘X’ પર પોસ્ટ કરી, ‘યશસ્વી જયસ્વાલ સ્પષ્ટપણે નોટઆઉટ હતો. થર્ડ અમ્પાયરે ધ્યાન આપવું જોઈએ કે ટેક્નોલોજી શું સંકેત આપી રહી છે. ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને પલટી નાખતી વખતે થર્ડ અમ્પાયર પાસે નક્કર કારણો હોવાં જોઈએ.’
યશસ્વીની વિકેટ, નિરાશા, ગુસ્સો અને સેલિબ્રેશન
1. યશસ્વીના કેચ પર ઓસ્ટ્રેલિયનોની અપીલ
2. થર્ડ અમ્પાયરના નિર્ણયથી નારાજ યશસ્વી
3. વિકેટ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયનોનું સેલિબ્રેશન
4. યશસ્વી જયસ્વાલ નિરાશા સાથે પેવેલિયન પરત ફર્યો