સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર સાઈરાજ બહુતુલે ફરી એકવાર IPLમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાશે. તે ટીમનો સ્પિન કોચ રહેશે. અત્યાર સુધી, બહુતુલે નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં ખેલાડીઓને તાલીમ આપતા હતા.
બહુતુલે રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ ભારતીય ટીમના સ્પિન સલાહકાર તરીકે કામ કર્યું હતું. તે 2018 થી 2021 IPL સિઝન સુધી રોયલ્સ માટે સ્પિન કોચ હતો. બહુતુલેએ 1997માં શ્રીલંકા સામે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
![સાઈરાજ બહુતુલે ઈન્ડિયા-Aના સ્પિન કોચ પણ રહી ચૂક્યા છે.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/07/untitled-design-2025-02-07t203527513_1738940912.jpg)
સાઈરાજ બહુતુલે ઈન્ડિયા-Aના સ્પિન કોચ પણ રહી ચૂક્યા છે.
રાહુલ દ્રવિડ સાથે કામ કરશે રાજસ્થાન ટીમમાં, સાઈરાજ ન્યૂઝીલેન્ડના બોલિંગ કોચ શેન બોન્ડ સાથે કામ કરતો જોવા મળશે. ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ છે. બહુતુલેએ શુક્રવારે ક્રિકબઝને જણાવ્યું, “ટીમ અને મારી વચ્ચે ચર્ચા ચાલી રહી છે. હું ફ્રેન્ચાઇઝી સાથે કરાર કરવાની ખૂબ નજીક છું. કેટલીક જગ્યાએ હજુ પણ થોડું કામ બાકી છે. રોયલ્સ સાથે પાછા આવવા માટે ઉત્સાહિત છું. રાહુલ સાથે કામ કરવાનો હંમેશા આનંદ રહ્યો છે.”
“2023માં છેલ્લી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણી દરમિયાન, જ્યારે હું સ્પિન-બોલિંગ કોચ તરીકે કામ કરતો હતો, ત્યારે રાહુલે જ મને ભારતીય ટીમ સાથે જોડ્યો હતો. હું શ્રીલંકામાં તેમના કોચિંગ સ્ટાફનો પણ ભાગ હતો.”
![સાઈરાજ 2023 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં ભારતીય ટીમ સાથે સંકળાયેલા હતા.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/07/untitled-design-2025-02-07t203537886_1738941007.jpg)
સાઈરાજ 2023 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીમાં ભારતીય ટીમ સાથે સંકળાયેલા હતા.
ભારત માટે 2 ટેસ્ટ અને 5 વન-ડે રમ્યો ૫૨ વર્ષીય બહુતુલે ભારત માટે 2 ટેસ્ટ અને 5 વન-ડે રમ્યો છે. તે આખા વર્ષ દરમિયાન રોયલ્સ સાથે જોડાનારા નવા બોલરોને કોચિંગ આપશે. રોયલ્સે IPL-2025 મેગા ઓક્શનમાં ઇંગ્લેન્ડના જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, આકાશ મધવાલ અને ફઝલહક ફારૂકીને ખરીદ્યા હતા. ટીમમાં શ્રીલંકાના સ્પિનરો મહિશ થિકસાના, વાનિન્દુ હસરંગા અને કુમાર કાર્તિકેયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
![બહુતુલે ભારત માટે 2 ટેસ્ટ અને 5 વન-ડે રમ્યો છે.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/07/untitled-design-2025-02-07t203547222_1738940959.jpg)
બહુતુલે ભારત માટે 2 ટેસ્ટ અને 5 વન-ડે રમ્યો છે.
RR માલિકો ધ હન્ડ્રેડ લીગમાં ટીમ ખરીદી શકે છે મીડિયા રિપોર્ટ્સમાં એવી અટકળો વધી રહી છે કે રાજસ્થાન રોયલ્સના મુખ્ય માલિક મનોજ બડાલે ધ હંડ્રેડ લીગમાં બોલી લગાવી શકે છે. તેઓ ટ્રેન્ટ રોકેટ્સ ટીમ માટે બોલી લગાવી શકે છે.
નોટિંગહામ સ્થિત ટીમ ટ્રેન્ટ રોકેટ્સ સોમવારે બોલી માટે હાજર રહેશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે યુનાઇટેડ કિંગડમમાં રહેતા બડાલે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) ની 100 બોલની ટુર્નામેન્ટમાં આ ટીમ ખરીદી શકે છે.
કેરેબિયન અને સાઉથ આફ્રિકા લીગમાં 1-1 ટીમ મનોજ બડાલેએ કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) અને સાઉથ આફ્રિકા લીગ SA 20માં એક-એક ટીમ ખરીદી છે. SA 20માં તેઓએ (પાર્લ રોયલ્સ) અને CPLમાં (બાર્બાડોસ રોયલ્સ) ખરીદ્યા છે. બડાલે ઉપરાંત, કેટલાક વધુ IPL ફ્રેન્ચાઇઝ માલિકો ધ હંડ્રેડ લીગ પર બોલી લગાવી શકે છે. એઈટ હન્ડ્રેડ લીગ ટીમમાંથી છ વેચાઈ ગઈ છે. 2 ટીમ સધર્ન બ્રેવ્સ અને રોકેટ્સ બાકી છે.