સ્પોર્ટ્સ ડેસ્ક10 કલાક પેહલા
- કૉપી લિંક
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન દાસુન શનાકાને અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની હોમ વન-ડે શ્રેણી માટે 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શ્રેણીની પ્રથમ મેચ 9 ફેબ્રુઆરીએ પેલેકેલેમાં રમાશે. શનાકાને અગાઉ ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણીની ત્રીજી મેચમાં ટીમમાં સ્થાન મળ્યું ન હતું.
શનાકા ઉપરાંત મિડલ ઓર્ડર બેટર નુવાનિડુ ફર્નાન્ડો અને લેગ સ્પિનર જેફરી વેન્ડરસેને પણ અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. ઓલરાઉન્ડર ચમિકા કરુણારત્ને અને ઓપનિંગ બેટર શેવોન ડેનિયલ્સનો ટીમમાં સમાવેશ કર્યો છે.
વર્લ્ડ કપ બાદ શનાકાને ટીમની કેપ્ટનશિપથી હટાવી દેવાયો હતો
વર્લ્ડ કપ બાદ દાસુન શનાકાને ટીમની કેપ્ટનશિપથી હટાવી દેવામાં આવ્યો હતો. કુસલ મેન્ડિસને ઝિમ્બાબ્વે સામેની હોમ વન-ડે શ્રેણી માટે શનાકાની જગ્યાએ ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. ત્રણ વન-ડે શ્રેણી માટે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રથમ બે મેચમાં 8 અને 7ના સ્કોર બાદ તેને ત્રીજી વન-ડેમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
શનાકાએ શ્રીલંકા માટે 71 વન-ડે રમી છે
શનાકાએ શ્રીલંકા માટે 71 વન-ડે, 6 ટેસ્ટ અને 91 T20 રમી છે. તેણે 41 વન-ડે અને 48 T20માં ટીમનું નેતૃત્વ કર્યું છે. તેમની આગેવાનીમાં ટીમે 2022માં T20 એશિયા કપની ટ્રોફી પણ જીતી હતી.
વનડે વર્લ્ડ કપમાં શ્રીલંકાએ ખરાબ પ્રદર્શન કર્યું હતું
શ્રીલંકાએ વર્લ્ડ કપમાં 9 લીગ મેચોમાંથી માત્ર 2 મેચ જીતી હતી. તે સાત મેચ હારી ગયો. તે પોઈન્ટ ટેબલમાં 9મા ક્રમે છે. તે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે પણ હારી ગયું હતું. તે જ સમયે, તેને ભારત સામે 302 રનની કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટના નુકસાન પર 357 રન બનાવ્યા હતા. 358 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમ માત્ર 55 રન જ બનાવી શકી હતી.
શ્રીલંકાએ ઝિમ્બાબ્વે સામેની વન-ડે શ્રેણી 2-1થી જીતી
શ્રીલંકાએ ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જ્યારે શ્રીલંકાએ બીજી મેચ 2 વિકેટે અને છેલ્લી મેચ 8 વિકેટે જીતી હતી.
કુસલ મેન્ડિસની આગેવાનીમાં બેટર્સે સારું પ્રદર્શન કર્યું
કુસલ મેન્ડિસની સાથે, પથુમ નિસાંકા, અવિશકા ફર્નાન્ડો, સાદિરા સમરવિક્રમા, ચરિથ અસલંકા, ઝેનિથ લિયાનાગે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે વાનિન્દુ હસરંગા અને મહીશ થિક્સાનાએ સ્પિન બોલિંગ સંભાળી હતી. દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા, પ્રમોદ મદુષન અને કરુણારત્નેએ ઝડપી બોલિંગની જવાબદારી સંભાળી હતી.
શ્રીલંકા વન-ડે ટીમઃ કુસલ મેન્ડિસ (કેપ્ટન), ચારિથ અસલંકા, પથુમ નિસાંકા, આવિષ્કા ફર્નાન્ડો, સાદિરા સમરવિક્રમા, સહન અરાચિગે, ચેવોન ડેનિયલ, ઝેનિથ લિયાનાગે, ચમિકા કરુણારત્ને, મહિષ થિક્સાના, દિલશાન મદુશંકા, દુષમંથા ચમિરા, દુનિથ વેલ્લાગે, પ્રમોદ મદુષન, અકિલા ધનંજય, વાનિન્દુ હસરંગા