હૈદરાબાદ49 મિનિટ પેહલા
- કૉપી લિંક
શુભમન ગિલ અને દીપ્તિ શર્માને 2023 માટે ભારતના બેસ્ટ ઈન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જ્યારે દિગ્ગજ ક્રિકેટર રવિ શાસ્ત્રીને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડ આપવામાં આવ્યો છે.
મંગળવારે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેના ખેલાડીઓનું સન્માન કર્યું. 2019 પછી પ્રથમ વખત બોર્ડે ખેલાડીઓને અવોર્ડ આપ્યા છે. હૈદરાબાદમાં આયોજિત સમારોહમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓ સાથે પહોંચ્યા હતા.
અવોર્ડ સમારોહ હૈદરાબાદમાં યોજાયો હતો. તેમાં ભારતીય ટીમના ખેલાડીઓ પણ હાજર રહ્યા હતા.
શમી, અશ્વિન અને બુમરાહ પણ સન્માનિત
શુભમન ગિલ ઉપરાંત આ અવોર્ડ મોહમ્મદ શમીને 2019-20 માટે, રવિચંદ્રન અશ્વિનને 2020-21 માટે અને જસપ્રિત બુમરાહને 2021-22 માટે આપવામાં આવ્યો હતો.
દીપ્તિ શર્મા ઉપરાંત આ પુરસ્કાર મહિલા કેટેગરીમાં 2020થી 2022 માટે આપવામાં આવ્યો હતો. સ્મૃતિ મંધાનાને 2020-22ની સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવી હતી. દીપ્તિ શર્માને 2019-20 માટે એવોર્ડ મળ્યો હતો.
ટીમ ઈન્ડિયાના ઓપનર શુભમન ગિલે અવોર્ડ સાથેનો પોતાનો આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા (જમણે)ને વર્ષની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવી હતી.
ફારુક એન્જિનિયરને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ
1983માં, ભારતની વિશ્વ ચેમ્પિયન ટીમના પ્લેયર રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને કર્નલ સીએકે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફારુકે ભારત માટે 46 ટેસ્ટ અને પાંચ વનડે રમી હતી. 1961થી 1975ની વચ્ચે તેમણે ટેસ્ટમાં 2611 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે બે સદી અને 16 અડધી સદી ફટકારી હતી.
રવિ શાસ્ત્રી ભારત માટે પ્રથમ વિશ્વ કપ જીતનાર ટીમના પ્લેયર હતા, જ્યારે ફારુક એન્જિનિયરે 1961 અને 1975 વચ્ચે ભારત માટે 2611 ટેસ્ટ રન બનાવ્યા હતા.