સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ઓપનર શુભમન ગિલ ODI રેન્કિંગમાં ટોપ-2 બેટર બની ગયો છે. ગયા અઠવાડિયે, તે ત્રીજા સ્થાને હતો.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ODI શ્રેણી વચ્ચે ICCએ બુધવારે નવી રેન્કિંગ જાહેર કરી.
ગિલે આજે આ શ્રેણીની ત્રીજી મેચમાં સદી ફટકારી છે, જોકે તેના પોઈન્ટ આ રેન્કિંગમાં સામેલ નથી.
ગિલે ઈંગ્લેન્ડ સામે સતત બે વનડેમાં અડધી સદી ફટકારી હતી, તેનો ફાયદો તેને મળ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોચ પર યથાવત છે. ગિલ બાબરથી માત્ર 5 પોઇન્ટ પાછળ છે.
બેટિંગ રેન્કિંગમાં ટોચના 10માં ચાર ભારતીય બેટર છે. કેપ્ટન રોહિત શર્માએ એક પોઈન્ટ અને વિરાટ કોહલીએ 2 પોઈન્ટ ગુમાવ્યા છે.
બોલર્સની રેન્કિંગમાં રાશિદ ખાન ટોચ પર બોલરોની યાદીમાં ટોપ-10માં બે ભારતીય બોલર કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ છે. કુલદીપ 3 સ્થાન અને સિરાજ 4 સ્થાન ગુમાવ્યા છે. અફઘાનિસ્તાનના રાશિદ ખાન ટોચ પર છે. તેના હાલ 669 પોઈન્ટ છે.
ઓલરાઉન્ડર્સ રેન્કિંગ 1 ભારતીય ODI ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં ટોપ-5માં કોઈ ફેરફાર થયો નથી. ટોપ-10માં ફક્ત એક ભારતીય રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનના મોહમ્મદ નબી ટોચ પર યથાવત છે.