સ્પોર્ટ્સ ડેસ્ક49 મિનિટ પેહલા
- કૉપી લિંક
વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની આ સીઝનની ત્રીજી મેચ આજે ગુજરાત જાયન્ટ્સ (GG) અને UP વોરિયર્સ (UPW) વચ્ચે રમાશે. આ મેચ રવિવારે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાશે. આ સીઝનમાં ગુજરાતનો આ બીજો અને યુપીનો પહેલો મેચ હશે.
અગાઉ, સીઝનની પોતાની પહેલી મેચ રમતા ગુજરાત જાયન્ટ્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 6 વિકેટે પરાજય થયો હતો.
મેચ ડિટેઇલ્સ તારીખ: 16 ફેબ્રુઆરી સ્થળ: કોટંબી સ્ટેડિયમ, વડોદરા સમય: ટૉસ: સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ: સાંજે 7:30 વાગ્યે
હેડ ટુ હેડમાં UP આગળ

યુપી વોરિયર્સ હેડ ટુ હેડમાં ગુજરાત જાયન્ટ્સથી આગળ છે. બંને ટીમ વચ્ચે ચાર મેચ રમાઈ છે. આમાં યુપી ત્રણ મેચ જીતી છે અને ગુજરાત એક મેચ જીતી છે.
સોફી WPL ઇતિહાસમાં સૌથી સફળ બોલર ઓસ્ટ્રેલિયન બેટર ગ્રેસ હેરિસ WPLના સૌથી સફળ બેટ્સમેનોમાંના એક છે, હેરિસે 17 મેચોમાં 150.90ના સ્ટ્રાઈક રેટથી 418 રન બનાવ્યા છે. હેરિસ યુપીના સૌથી વિશ્વસનીય બેટર્સમાંનો એક છે.
યુપી વોરિયર્સની સ્પિનર સોફી એક્લેસ્ટોન WPL ઈતિહાસમાં સૌથી સફળ બોલર છે, તેણે 17 મેચમાં 27 વિકેટ લીધી છે.
ગાર્ડનર ટીમનો ટોપ સ્કોરર અને વિકેટ લેનાર બોલર છે ગુજરાત જાયન્ટ્સના કેપ્ટન એશ્લે ગાર્ડનરે સિઝનની પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે આઠ છગ્ગાની મદદથી અણનમ 79 રન બનાવ્યા હતા. તેણે બે વિકેટ પણ લીધી.
ગાર્ડનર ટીમનો ટોપ સ્કોરર છે. તેણે અત્યાર સુધીમાં 17 WPL મેચમાં 403 રન બનાવ્યા છે. તે ટીમની સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે. તેણે એટલી જ મેચમાં 19 વિકેટ લીધી છે.

ગાર્ડનરે સિઝનની પહેલી મેચમાં બેંગલુરુ સામે અણનમ 78 રન બનાવ્યા હતા.
પિચ રિપોર્ટ મેચ દરમિયાન વડોદરાની પીચ પર ઝાકળ ભૂમિકા ભજવી શકે છે, જે બીજી ઇનિંગમાં બેટિંગ કરતી ટીમને ફાયદો કરાવી શકે છે. કોટંબી સ્ટેડિયમની પિચ બેટર્સ ટેકો આપે છે, જેમ કે ગુજરાત અને બેંગલુરુ વચ્ચેની હાઇ-સ્કોરિંગ પ્રથમ મેચમાં જોવા મળ્યું હતું.
હવામાન અહેવાલ આજે વડોદરાનું તાપમાન મહત્તમ 33 ડિગ્રી અને લઘુત્તમ 20 ડિગ્રી રહેવાનું છે. આકાશમાં વાદળો હશે. પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. પવન 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 યુપી વોરિયર્સ: દીપ્તિ શર્મા (કેપ્ટન), ચમારી અટાપટ્ટુ, વૃંદા દિનેશ, કિરણ નવગિરે, ગ્રેસ હેરિસ, તાહલિયા મેકગ્રા, ઉમા છેત્રી (વિકેટકીપર), સોફી એક્લેસ્ટોન, અંજલિ સરવાણી/ક્રાંતિ ગૌડ, સાયમા ઠાકોર અને રાજેશ્વરી ગાયકવાડ.
ગુજરાત જાયન્ટ્સ: એશ્લે ગાર્ડનર (કેપ્ટન), લૌરા વોલ્વાર્ડ, બેથ મૂની (વિકેટકીપર), દયાલન હેમલાથા, ડિએન્ડ્રા ડોટિન, હરલીન દેઓલ, સિમરન શેખ, તનુજા કંવર, સયાલી સતઘરે, પ્રિયા મિશ્રા અને કાશ્વી ગૌતમ.