25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓપનિંગ સેરેમનીમાં અમિત શાહના પત્ની સોનલબેન શાહ (ડાબેથી) અને પૂર્વ ભારતીય કેપ્ટન અને અર્જુન એવોર્ડી શુભાંગી કુલકર્ણી (જમણે) હાજર રહ્યાં હતાં.
ગુજરાત વુમન્સ ચેમ્પિયનશિપ 2024ની શરૂઆત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ છે. બિગ બેશ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને સહજાનંદ ફાઉન્ડેશને ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના સહયોગથી આયોજિત આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય મહિલા સશક્તિકરણની ભાવનાની ઉજવણી કરતી વખતે મહિલા ક્રિકેટરોની અસાધારણ પ્રતિભાને સન્માનિત કરવાનો અને તેનું પ્રદર્શન કરવાનો છે. ચીફ ગેસ્ટ અમિત શાહના પત્ની શ્રીમતી. સોનલબેન શાહે ચેમ્પિયનશીપનું ઉદઘાટન કર્યું અને મહિલાઓ માટે રમતગમતમાં વધતી તકોને બિરદાવી. ગેસ્ટ ઓફ ઓનર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને BCCI એપેક્સ કાઉન્સિલના સભ્ય અને અર્જુન એવોર્ડી શુભાંગી કુલકર્ણીએ રમતમાં લિંગ સમાનતાને આગળ વધારવા આવા પ્લેટફોર્મની ભૂમિકા પર ભાર મૂક્યો. 19 નવેમ્બરથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 24 નવેમ્બર સુધી યોજાશે.
અમને અપેક્ષા છે કે ગુજરાતમાંથી મહિલા ક્રિકેટર ટીમ ઈન્ડિયા તરફથી રમે- GCA સેક્રેટરી અનિલ પટેલ GCAના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે ‘અમને રિક્વેસ્ટ કરી હતી કે અમે આવું આયોજન કરવા માગીએ છીએ. એક સારું પ્લેટફોર્મ પુરું પાડવા માટે GCAએ પણ આ આયોજનમાં ભાગ લીધો છે.’ આ ટુર્નામેન્ટ કઈ રીતે મહિલા ક્રિકેટ માટે મહત્ત્વની છે. તેના સવાલના જવાબમાં સેક્રેટરી અનિલ પટેલે કહ્યું કે ‘બે વર્ષ અગાઉ શરૂ થયેલી WPLના ફ્રેન્ચાઇઝના સ્કાઉટ્સ પણ હાજર રહેશે.’ હવે આ ટુર્નામેન્ટમાં કોણ-કોણ હાજર રહેશે…તે સવાલના જવાબમાં GCAના સેક્રેટરી અનિલ પટેલે કહ્યું હતું કે ‘આજના ઓપનિંગ સેરેમનીમાં અર્જુન એવોર્ડી વિનર શુભાંગી કુલકર્ણી હાજર રહ્યાં હતાં. તો ફાઈનલમાં અમારો પ્રયાસ છે કે મિથાલી રાજ પણ હાજર રહેશે અને અન્ય ક્રિકેટર્સ હાજર રહે તેવા પ્રયત્નો છે.’ ગુજરાતમાં ભારતીય લેવલે ખૂબ ઓછા ક્રિકેટર્સ આવ્યા છે. તેથી અમારો પ્રયાસ એ જ છે કે વુમન્સ ક્રિકેટમાં ગુજરાતમાંથી વુમન્સ પ્રીમિયર લીગ અને ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં તેઓ રમે. હાલમાં ગુજરાતમાંથી ચેલેન્જર્સ ટ્રોફીમાં 2-3 ક્રિકેટર્સ રમી રહી છે. એટલે અમને અપેક્ષા છે કે તેઓ WPL અથવા ઈન્ડિયન ટીમ તરફથી રમતા જોવા મળે.’
ટીમ ઈન્ડિયા 2025ના વર્લ્ડ કપમાં ખૂબ સારું પરફોર્મ કરશે- પૂર્વ કેપ્ટન શુભાંગી કુલકર્ણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પ્રેશર સિચ્યુએશનમાં ખરાબ પ્રદર્શનને લઈને અને 2025ના વુમન્સ વર્લ્ડ કપમાં તેમણે શું સુધારા કરવા જોઈએ તેના પર અર્જુન એવોર્ડી શુભાંગી કુલકર્ણીએ કહ્યું હતું કે ટીમ પાસે હજુ ઘણો સમય છે અને કોચ અને સપોર્ટ સ્ટાફે આ વિશે વિચાર્યું છે અને જે એરિયામાં સુધારા હશે, તેના પર તેઓ કામ કરશે. તો ટીમમાં સુધારા પર તેમણે કહ્યું કે રનિંગ બિટ્વિન ધ વિકેટ્સ અને ફિલ્ડિંગ પર કામ કરવું પડે તેમ છે. 2036ની ઓલિમ્પિક્સ માટે ભારતે બિડ કર્યું છે, તેમાં મહિલાઓ કઈ રીતે આગળ વધી શકે અને અમુક વખતે કહેવાય છે હજુ પણ ભારતના અમુક ભાગોમાં પેરેન્ટ્સ પોતાની બાળકીઓને રમવા જવા દેતી નથી. આ વિશે તમારું શું માનવું છે. જેના જવાબમાં શુભાંગી કુલકર્ણીએ જણાવ્યું હતું કે હવે ભારતમાં આ વિશે ચેન્જ થવા લાગ્યો છે. તમે જોયું કે ગુજરાતમાં આ ટુર્નામેન્ટ શરૂ થઈ છે. બાકી રાજ્યો પણ આવી ટુર્નામેન્ટ શરૂ કરવાની વિચારી રહી છે.’
છોકરીઓ આગળ વધે, તે માટે આ ટુર્નામેન્ટની શરૂઆત કરી- શીતલ પીઠાવાલા બિગ બેશ સ્પોર્ટ્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર, શીતલ પીઠાવાલાએ કહ્યું હતું કે ‘ટુર્નામેન્ટ તો હું ઘણી કરું છું. સ્કુલ લેવલે પણ કરું છું. પણ જ્યારે મારું ફાઉન્ડેશન સ્લમ્સમાં કામ કરે છે. ત્યારે મેં ધાર્યું હતું કે સ્લમ્સની છોકરીઓને ટ્રેઇન કરીને ક્રિકેટમાં આગળ લાવી. તો ત્યારે મેં જોયું કે તે લેવલે સ્ટ્રોંગ નથી. તો તેઓ માટે તૈયાર થાય, એટલે આ ટુર્નામેન્ટ શરૂ કરી. સિલેક્શન પ્રોસેસ પર તેમણે જણાવ્યું કે અમે સૌરાષ્ટ્ર, આણંદ, સુરત, બરોડા, નડિયાદથી છોકરીઓનું આ ટુર્નામેન્ટ માટે સિલેક્શન કર્યું છે. આ ટુર્નામેન્ટમાં WPLની અલગ-અલગ ફ્રેન્ચાઇઝના સ્કાઉટ્સ આવવાના છે. તેઓ આ રીતે તે છોકરીને સિલેક્ટ કરીને ટ્રેઇન કરીને આગળ લઈ જશે.
‘અમે સપોર્ટની વાત આવે એટલે ત્રણ વસ્તુઓના માધ્યમથી છોકરીઓને આગળ લઈ જવા માંગીએ છીએ. એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને હોલિસ્ટિક ન્યુટ્રિશયન…આના માટે અમે નાણાકીય સહાય પણ પૂરી પાડીએ છીએ. અમે હવે એ પણ પ્રયાસો કરીએ છીએ કે આ ટુર્નામેન્ટમાં વધુ છોકરીઓ જોડાઈ અને આગળ વધે તે પ્રયત્નો રહેશે. હવે અમે બરોડા અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સાથે વાત કરીને ત્યાં પણ છોકરીઓ માટે આવી પહેલ શરૂ કરીશું. GCAના માધ્યમથી અમે છોકરીઓને આગળ લઈ જવા માટે અમે આ ટુર્નામેન્ટથી પ્લેટફોર્મ આપી રહ્યાં છીએ.’