44 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજકાલ છૂટાછેડાની અફવાઓને લઈને ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિચે તેના ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેની તમામ તસવીરો હટાવી દીધી હતી. ત્યારથી, તેમના અલગ થવાની અફવાઓએ વેગ પકડ્યો. હવે નતાશા સ્ટેનકોવિકે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથેના લગ્ન અને વેલેન્ટાઇન ફોટા સહિત તમામ ફોટા રિ-સ્ટોર કર્યા છે.
આ જોઈને કપલના ફેન્સ ખૂબ જ ખુશ છે. જો કે, ફોટા ગાયબ થવાનું અને રિ-સ્ટોર પાછળના સાચાં કારણ હજુ સુધી બહાર આવ્યા નથી.
નતાશાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોટા રિસ્ટોર કર્યા છે
હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા
હાર્દિકે 1 જાન્યુઆરી, 2020 ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા પણ આ માહિતી આપી હતી. તેમના લગ્ન 31 મે, 2020 ના રોજ થયા હતા. તે જ વર્ષે, 30 જુલાઈ 2020 ના રોજ, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.
નતાશા ‘ડીજે વાલે બાબૂ’થી ફેમસ થઈ હતી
નતાશા સ્ટેનકોવિકનો જન્મ 4 માર્ચ, 1992ના રોજ સર્બિયામાં થયો હતો. બોલિવૂડમાં તેમની પ્રથમ ફિલ્મ ‘સત્યાગ્રહ’ હતી. આ સિવાય તે ‘બિગ બોસ-8’ અને ‘નચ બલિયે-9’માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબૂ’થી તેને વધુ લોકપ્રિયતા મળી હતી. હાર્દિક અને નતાશા એક નાઈટ ક્લબમાં મળ્યા હતા. અહીંથી જ બંને વચ્ચેની લવસ્ટોરી શરૂ થઈ હતી.
હાર્દિક પંડ્યાની વાત કરીએ તો તેણે 2016માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. હાર્દિક ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર છે અને તેણે પોતાની રમતથી ટીમ માટે ઘણી મેચો જીતી છે.