મુંબઈ22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024 સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માનું સ્થાન લેશે. મુંબઈ ઈન્ડિયને એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ જાણકારી આપી છે.
જો કે, ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરી નથી. ફ્રેન્ચાઇઝીએ 19 દિવસ પહેલા પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે રૂ. 15 કરોડમાં ટ્રેડ થયો હતો. પંડ્યા માટે બે ફ્રેન્ચાઇઝી વચ્ચે તમામ રોકડ સોદો થયો હતો. ત્યારથી પંડ્યાને કેપ્ટન બનાવવાની અટકળો ચાલી રહી હતી.
ફ્રેન્ચાઈઝીએ શુક્રવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું – ઓલરાઉન્ડર પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન તરીકે ચાર્જ લેવા માટે તૈયાર છે, સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર, સૌથી સફળ અને પ્રિય કેપ્ટનોમાંના એક પ્રખ્યાત રોહિત શર્માની જગ્યા લેશે.
ગુજરાતને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું
મુંબઈ ફ્રેન્ચાઈઝીએ રોહિત શર્મા બાદ કેપ્ટનશિપ માટે હાર્દિક પંડ્યા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પંડ્યાએ પહેલી જ સિઝનમાં ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. ગુજરાતની ટીમ 2022ની સિઝનમાં ચેમ્પિયન બની હતી.
IPL-2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું.
પંડ્યા મુંબઈનો 5મો રેગ્યુલર કેપ્ટન હશે
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો 5મો રેગ્યુલર કેપ્ટન હશે. તેના પહેલા રોહિત શર્મા, રિકી પોન્ટિંગ, હરભજન સિંહ અને સચિન તેંડુલકર ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે.
IPLની બીજી સૌથી સફળ ટીમ
મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલની સૌથી સફળ ટીમોમાંથી એક છે. ટીમે અત્યાર સુધીમાં 5 ટાઇટલ જીત્યા છે. સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાની બાબતમાં આ ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સની બરાબર છે, ચેન્નાઈએ પણ 5 ટાઈટલ જીત્યા છે.