સ્પોર્ટ્સ ડેસ્ક19 મિનિટ પેહલા
- કૉપી લિંક
UAEમાં 3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ICCએ ઓફિશિયલ ઈવેન્ટ સોંગ ‘”Whatever It Takes’ રિલીઝ કર્યું છે. YouTube ચેનલ પર રિલીઝ થયેલા આ ગીતમાં સાઉન્ડ-ટ્રેકની સાથે ઑફિશિયલ મ્યુઝિક વીડિયો પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. જે ટુર્નામેન્ટનું સિનેમેટિક પ્રીવ્યૂ દર્શાવે છે જેમાં મહિલા ક્રિકેટની આઇકોનિક ક્ષણોની હાઇલાઇટ્સ દર્શાવવામાં આવી છે.
સોમવારે એક પ્રેસ રિલીઝ જારી કરીને, ICC જનરલ મેનેજર (માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ) ક્લેર ફર્લોંગે જણાવ્યું હતું કે, ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024 એ વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ માટે ચમકવાનો શ્રેષ્ઠ મંચ છે. મહિલા ક્રિકેટ વૈશ્વિક મંચ પર નિશ્ચિતપણે સ્થાપિત છે, અને અમારો હેતુ સત્તાવાર ઇવેન્ટ ગીતના લોન્ચ સાથે તેની ઓળખને વધુ વધારવાનો છે. આ ગીત મહિલા ક્રિકેટની આવનારી પેઢીને પ્રેરણા આપશે. વીડિયો જેવા માટે અહીં ક્લિક કરો…
આ ગીત ઓલ-ગર્લ પોપ ગ્રૂપ WiSHએ ગાયું ભારતના પ્રથમ મહિલા પોપ ગ્રૂપ WiSH એ આ ગીત ગાયું છે. ગીતના મ્યુઝિક ડાયરેક્ટર મિકી મેકક્લેરી છે અને કમ્પોઝર પાર્થ પારેખ છે. તેનું નિર્માણ બે મ્યુઝિક હાઉસે કર્યું છે. ICCએ આ ગીતને તેની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કર્યું છે.
ક્રિકેટ એક પાવરફૂલ ફોર્સ છે: WiSH ગર્લ ગ્રૂપ WISH ગર્લ ગ્રૂપે ગીતના લોન્ચિંગ પર જણાવ્યું હતું કે, “અમને એ જાહેરાત કરતાં ખૂબ જ ગર્વ થાય છે કે ઓલ-ગર્લ્સ ગ્રૂપ તરીકે, અમે મહિલા T20 વર્લ્ડ કપ માટે સત્તાવાર ઇવેન્ટ ગીત બનાવ્યું છે. ક્રિકેટ એ એક શક્તિશાળી શક્તિ છે જે આપણા દેશ અને વિશ્વભરના લોકોને એક કરે છે, અને આવી ટુર્નામેન્ટમાં યોગદાન આપવું એ સન્માનની વાત છે. જેમિમાહ રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાનાના મોટા પ્રશંસકો હોવાને કારણે, અમે આ ગીતનો હૂક એક સ્ટેપ બનવા ઈચ્છતા હતા. અમે આ ગીતમાં T20 ક્રિકેટની એનર્જી કેપ્ચર કરી છે: મિકી મેકક્લેરી ગીત વિશે વાત કરતાં, મ્યુઝિક ડિરેક્ટર, મિકી મેકક્લેરીએ કહ્યું, “અમે આ ગીતમાં T20 ક્રિકેટની વાઇબ અને એનર્જી કેપ્ચર કરી છે અને હું તેને સાંભળવા માટે વિશ્વભરના ક્રિકેટ ચાહકોની રાહ જોઈ શકતો નથી.”
ગીતમાં જેમિમાહ રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાનાના હૂક સ્ટેપનો સમાવેશ આ ગીતમાં જેમિમાહ રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાનાના હૂક સ્ટેપનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેઓ ઘણી વખત મેદાન પર કરતા જોવા મળ્યા છે. આ ગીત 1 મિનિટ 40 સેકન્ડનું છે.
ગીતમાં જેમિમાહ રોડ્રિગ્સ અને સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 ઓક્ટોબરે મેચ રમાશે શારજાહમાં 3 ઓક્ટોબરે બાંગ્લાદેશ અને સ્કોટલેન્ડ વચ્ચે ઓપનિંગ મેચ રમાશે. ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ મેચ 4 ઓક્ટોબરે દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે રમશે. આ જ મેદાન પર 6 ઓક્ટોબરે ટીમ ફરી પાકિસ્તાન સામે ટકરાશે. પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ ત્રીજી ઓક્ટોબરે જ શ્રીલંકા સામે રમશે.
T-20 વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લેશે UAEમાં 3 થી 20 ઓક્ટોબર દરમિયાન મહિલા T-20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ વર્લ્ડ કપમાં 10 ટીમ ભાગ લેશે. 18 દિવસમાં 23 મેચ યોજાશે. ભારત ગ્રૂપ Aમાં 6 વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સાથે છે. આ સિવાય આ ગ્રૂપમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ક્વોલિફાયરની એક ટીમ સામેલ છે. જ્યારે યજમાન બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ક્વોલિફાયર-2 ટીમ ગ્રૂપ Bમાં છે.
વર્લ્ડ કપ બાંગ્લાદેશથી UAEમાં શિફ્ટ થયો બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાને કારણે મહિલા T20 વર્લ્ડ કપને બાંગ્લાદેશમાંથી ખસેડવામાં આવ્યો હતો. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ UAE માં યોજાનાર વર્લ્ડ કપ વિશે માહિતી આપી હતી, જોકે બાંગ્લાદેશ તેનું આયોજન કરી રહ્યું છે.
3 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી આ ટુર્નામેન્ટની મેચ દુબઈ ઈન્ટરનેશનલ અને UAEના શારજાહના મેદાન પર રમાશે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડે પણ પોતપોતાના દેશોમાં ટુર્નામેન્ટ યોજવામાં રસ દાખવ્યો હતો, પરંતુ કાઉન્સિલે મેચ UAEમાં યોજવાનું નક્કી કર્યું હતું.