સ્પોર્ટ્સ ડેસ્ક52 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી નહીં જીતી શકે તો હેડ કોચ ગૌતમ ગંભીરને હટાવી શકાય છે. એટલું જ નહીં ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત અને વિરાટ કોહલીની કારકિર્દી પણ નક્કી કરશે.
ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ અને ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી હાર્યા બાદ ગંભીરની ટીકા પણ થઈ રહી છે. BCCIની સમીક્ષા બેઠકમાં તેમના ભવિષ્ય અંગે ચર્ચા કરવામાં આવી હતી.
PTIના અહેવાલ મુજબ, ગંભીરની કોચિંગ કારકિર્દી અંગેનો નિર્ણય હવે આગામી ICC ટુર્નામેન્ટના પરિણામ પર સંપૂર્ણપણે નિર્ભર છે.
ગંભીરના કોચિંગ હેઠળ ભારતે 3 સિરીઝ ગુમાવી ગૌતમ ગંભીરે ગયા વર્ષે ઓગસ્ટમાં જ ટીમ ઈન્ડિયાના હેડ કોચનું પદ સંભાળ્યું હતું. તેના કોચિંગ હેઠળ, ટીમ બાંગ્લાદેશથી માત્ર 2 T-20 સિરીઝ અને એક ટેસ્ટ સિરીઝ જીતી શકી હતી. આ સમયગાળા દરમિયાન ભારતને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની સાથે શ્રીલંકામાં વન-ડે સિરીઝ પણ ગુમાવવી પડી હતી.
રિપોર્ટ્સ અનુસાર, ગંભીર ટીમમાંથી સુપરસ્ટાર કલ્ચરને ખતમ કરવા માગે છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા વરિષ્ઠ ખેલાડીઓ પણ તેમના કોચિંગ હેઠળ આઉટ ઓફ ફોર્મ દેખાતા હતા. જે બાદ બંનેની નિવૃત્તિ લેવાની અટકળોએ પણ જોર પકડ્યું હતું. માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયામાં સિરીઝ 1-3થી હાર્યા બાદ સિનિયર ખેલાડીઓ અને ગંભીર વચ્ચે કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
કોન્ટ્રાક્ટ પહેલા ગંભીરની કારકિર્દી ખતમ થઈ શકે છે BCCIના એક વરિષ્ઠ સૂત્રએ પીટીઆઈને કહ્યું, ‘જો ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારું પ્રદર્શન નહીં કરી શકે તો કોચની કારકિર્દી પણ ખતમ થઈ શકે છે. તેનો કોન્ટ્રાક્ટ 2027 વર્લ્ડ કપ સુધીનો છે, પરંતુ જો તે વધુ સારા પરિણામ નહીં લાવે તો તેને કોન્ટ્રાક્ટ પહેલા છૂટા કરી દેવામાં આવશે.
રમતગમતમાં પરિણામ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ગંભીરે તેની ટૂંકી કોચિંગ કારકિર્દીમાં ખૂબ સારા પરિણામો આપ્યા નથી. ઓસ્ટ્રેલિયામાં ટીમના પ્રદર્શન બાદ BCCIએ પણ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ગંભીર અને સિનિયર ખેલાડીઓના મંતવ્યો અલગ-અલગ હોવાનું સામે આવ્યું હતું.
ગંભીર સુપરસ્ટાર કલ્ચરને ખતમ કરવા માગે છે BCCIના સૂત્રએ કહ્યું, ‘ગંભીર ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર કલ્ચરને ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. તેને ખતમ કરવા માટે તેણે કડક પગલાં પણ લીધા, જે સિનિયર ખેલાડીઓને પસંદ નહોતા.
સૂત્રએ એમ પણ કહ્યું-
જ્યારે ગંભીર દિલ્હી રણજી ટ્રોફી ટીમનો કેપ્ટન હતો, ત્યારે ટીમને રોશન-આરા મેદાન પર તેની હોમ મેચ રમવાની હતી. આ મેદાન દિલ્હીના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત હતું, જ્યાં પિચ ઝડપી બોલરો માટે મદદરૂપ હતી. ત્યારે ટીમના વરિષ્ઠ ભારતીય ખેલાડીએ કહ્યું કે ટીમને જામિયા મિલિયા ઈસ્લામિયાના મેદાન પર રમવું જોઈએ. કારણ કે મોટા ખેલાડીનું ઘર જામિયા મેદાન પાસે હતું. ગંભીરે તેની ઈચ્છા સ્વીકારી ન હતી અને હવે તે ટીમ ઈન્ડિયામાં પણ આ કલ્ચરનો અંત લાવવા માગે છે.
ગંભીર સ્ટાર ખેલાડીઓની માગથી ખુશ નહોતો પીટીઆઈ અનુસાર, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન કેટલાક સ્ટાર ખેલાડીઓએ હોટલ અને પ્રેક્ટિસના સમય માટે તેમની પસંદગી આપી હતી, જે ગંભીરને પસંદ ન હતી. બીજી તરફ સિનિયર ખેલાડીઓ અને ગંભીર વચ્ચે કોમ્યુનિકેશન ગેપના મુદ્દા પણ સામે આવ્યા હતા.
પસંદગી સમિતિ પણ ગંભીરથી નારાજ છે રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ ગંભીરથી નારાજ છે. તેઓ નથી ઈચ્છતા કે ટીમ સિલેક્શનમાં ગંભીરનો દબદબો રહે. એક ભૂતપૂર્વ પસંદગીકારે તો ત્યાં સુધી કહ્યું છે કે ગંભીરનો અભિગમ ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલ જેવો જ છે.
ચેપલ 2005માં ટીમ ઈન્ડિયાના કોચ બન્યા હતા. સિનિયર ખેલાડીઓને પણ તેની કોચિંગ સ્ટાઈલ પસંદ ન આવી, ત્યારબાદ ખેલાડીઓ અને કોચ વચ્ચે અણબનાવની વાતો સામે આવવા લાગી. જ્યારે ચેપલે કોચિંગ છોડ્યું ત્યારે ભારતીય ક્રિકેટ બેક ફૂટ પર હતું.
પસંદગી સમિતિની સાથે ગંભીરનો આસિસ્ટન્ટ હાજર હતો BCCIના અધિકારીએ કહ્યું કે, બોર્ડ પણ નારાજ છે કે ગંભીરનો અંગત આસિસ્ટન્ટ ઓસ્ટ્રેલિયામાં પસંદગી સમિતિમાં હાજર હતા. પસંદગીકારો જ્યાં પણ જતા હતા ત્યાં ગંભીરના પીએ તેમની સાથે ફરતો હતો. જેના કારણે પસંદગીકારો ખુલીને ચર્ચા કરી શક્યા ન હતા. ટીમના સભ્યો સાથે અંગત આસિસ્ટન્ટને હોટલમાં કેમ રોકાવવામાં આવ્યો?
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ગૌતમ ગંભીરના મેનેજર ગૌરવ અરોરા (ડાબે) પસંદગીકારો સાથે ફરતા જોવા મળ્યો હતો. તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 19મી ફેબ્રુઆરીથી BCCIના અધિકારીના દૃષ્ટિકોણથી એક વાત સ્પષ્ટ છે કે બોર્ડ ગંભીર અને તેની પદ્ધતિઓથી બહુ પ્રભાવિત નથી. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે. આ પછી IPL શરૂ થશે.
ટીમ ઈન્ડિયા જૂનમાં ઇંગ્લેન્ડ જશે અને 5 ટેસ્ટ મેચની સિરીઝ રમશે. એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ગંભીરને હટાવવામાં આવે તો નવા કોચની પસંદગી માટે બોર્ડ પાસે લગભગ 3 મહિનાનો સમય હશે.