- Gujarati News
- Sports
- Cricket
- IND Vs AUS 4th Test, Yashasvi Jaiswal Catch Controversy, Third Umpire Sharfuddoula, Melbourne Test, Sunil Gavaskar, Pat Cummins
સ્પોર્ટ્સ ડેસ્ક5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની ચોથી મેચ મેલબોર્નમાં રમાઈ હતી. આ મેચના અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટાર્ગેટ ચેઝ કરતી વખતે ભારતના મહાન બેટર્સ નિષ્ફળ રહ્યા હતા, પરંતુ યશસ્વી મોટી ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો.
જોકે, યશસ્વી જયસ્વાલની વિકેટ પર હંગામો થયો હતો. મેચના પાંચમા દિવસે જયસ્વાલ વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ થયો હતો. જોકે જયસ્વાલના કેચ પર સ્નીકો મીટરમાં કોઈ સ્પાઇક જોવા મળી ન હતી. જ્યારે જયસ્વાલને આઉટ આપ્યો ત્યારે સ્ટેન્ડમાંથી ‘ચીટર-ચીટર’ના અવાજો પણ સંભળાયા. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટર સુનીલ ગાવસ્કર જે કોમેન્ટ્રી કરી રહ્યા હતા, ત્યારે તેઓ પણ જયસ્વાલની વિકેટ પર ગુસ્સે થયા હતા. વધુમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ સોશિયલ મીડિયામાં ઉભરો ઠાલવ્યો.
યશસ્વીના આઉટ થવા પર વિવાદ 208 બોલનો સામનો કરતા યશસ્વીએ 84 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા સામેલ હતા. યશસ્વીને પેટ કમિન્સે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જોકે, યશસ્વી જે રીતે આઉટ થયો તે થોડો કમનસીબ હતો. ઓન-ફિલ્ડ અમ્પાયરે યશસ્વીને આઉટ આપ્યો ન હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે DRS લીધા બાદ ત્રીજા અમ્પાયર શરાફુદ્દૌલા (બાંગ્લાદેશનો છે)એ નિર્ણયને પલટી નાખ્યો હતો.
રિપ્લેમાં સ્નિકો મીટર પર કોઈ સ્પાઇક જોવા મળ્યું ન હતું, પરંતુ બાંગ્લાદેશી અમ્પાયર શરાફુદ્દૌલાએ ડિફ્લેક્શનના આધારે નિર્ણયને પલટી નાખ્યો હતો. હવે સવાલ એ છે કે જ્યારે થર્ડ અમ્પાયરને સંપૂર્ણ ખાતરી ન હતી, તો તેમણે ઓનફિલ્ડ અમ્પાયર સાથે જવું જોઈતું હતું.
યશસ્વી જયસ્વાલે 208 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી.
સમગ્ર વિવાદ ભારતીય ઇનિંગ્સની 71મી ઓવરના પાંચમા બોલ પર બન્યો હતો. પેટ કમિન્સે તે બોલ લેગ સ્ટમ્પની આસપાસ ફેંક્યો હતો. જયસ્વાલ આનો શિકાર બન્યો અને બોલ હુક શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ વિકેટકીપર એલેક્સ કેરી પાસે ગયો, જેણે આગળ ડાઇવ કરીને બોલને પકડ્યો. કમિન્સને ખાતરી હતી કે જયસ્વાલ આઉટ છે, તેથી તેણે DRS લીધું. યશસ્વીને પૂરો વિશ્વાસ હતો કે તે નોટઆઉટ છે. થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ તે ઓન-ફિલ્ડ અમ્પાયર સાથે દલીલ કરતો પણ જોવા મળ્યો હતો.
થર્ડ અમ્પાયરે આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે ટીમ ઈન્ડિયા પર હારનો ખતરો હતો અને યશસ્વી 84 રન બનાવીને ટીમની આગેવાની કરી રહ્યો હતો. આ નિર્ણય બાદ મેદાનમાં હાજર ભારતીય ચાહકોએ ચીટર-ચીટરના નારા લગાવ્યા હતા.
4 તસવીરોમાં અમ્પાયરનો નિર્ણય
1. યશસ્વીના શોટ પર DRS લેવામાં આવ્યું હતું
યશસ્વીની કેચની અપીલ ઓન-ફિલ્ડ અમ્પાયરે ફગાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયાએ DRS લીધું.
2. સ્નિકો મીટરમાં બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક નથી
સ્નિકો મીટરથી સ્પષ્ટ હતું કે બોલ બેટ સાથે અથડાયો ન હતો. કોઈ તકનીકી પુરાવા મળ્યા નહોતા.
3. વિઝ્યુઅલ એવિડન્સમાં બોલનું ડિફલેક્શન દેખાયું
વિઝ્યુઅલ એવિડન્સમાં બોલનું ડિફલેક્શન દેખાયું એટલે કે બોલની દિશા બદલાતી દેખાઈ હતી
4. ફિલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરના નિર્ણયની જાહેરાત કરી
ટીવી અમ્પાયર શરફુદુલ્લાહે આઉટનો નિર્ણય જાહેર કર્યો હતો, જે ફિલ્ડ અમ્પાયરે ખેલાડીઓને જણાવ્યું હતું.
નિર્ણય પર કેમ થયો વિવાદ, જાણો 4 સવાલ-જવાબમાં…
1. થર્ડ અમ્પાયરે કયા આધારે નિર્ણય આપ્યો? બાંગ્લાદેશના અમ્પાયર શરફુદુલ્લા થર્ડ અમ્પાયરિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. નિર્ણય લેવા માટે તેમની સમક્ષ બે પુરાવા મૂકવામાં હતા. પ્રથમ સ્નીકો મીટર અને વિઝ્યુઅલ એવિડન્સનો પુરાવો. શરાફુદુલ્લાએ સ્નિકો મીટરમાં બોલ અને બેટ વચ્ચે કોઈ સંપર્ક જોયો ન હતો, કારણ કે કોઈ અવાજ આવ્યો ન હતો. પરંતુ ગ્લોવ્ઝમાંથી બોલની નિકટતા અને ડિફ્લેક્શનના આધારે અમ્પાયરે યશસ્વીને આઉટ જાહેર કર્યો હતો.
2. ગાવસ્કરે નિર્ણયને ખોટો કેમ ગણાવ્યો? મેચ દરમિયાન કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કરે કહ્યું, “તમે નિર્ણય લેતી વખતે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો. સ્નિકો મીટર પર સ્પષ્ટ દેખાતું હતું કે તે આઉટ નથી. આ સંપૂર્ણપણે ખોટો નિર્ણય છે. તમે દબાણમાં નિર્ણય લઈ રહ્યા છો. અમ્પાયરને યશસ્વી આઉટ હોવાના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા ન હતા, તેથી તેને આઉટ આપવો સંપૂર્ણપણે ખોટું છે.”
3. ICC નિયમો શું કહે છે?
- ICC ક્રિકેટ નિયમ 31.6 મુજબ, “બેનેફિટ ઑફ ડાઉટ એટલે કે શંકાનો લાભ” હંમેશા બેટર્સને મળવો જોઈએ, મતલબ કે જો કોઈ અમ્પાયરને આઉટ કરવાના નિર્ણય અંગે અચોક્કસ હોય, તો તેણે બેટર્સને “નોટ આઉટ” કરવાનો નિયમ રાખવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે બેટર્સને ઇનિંગ્સ રમવાની માત્ર એક જ તક મળે છે અને તેને નાના કોલ પર આઉટ ન કરવો જોઇએ.
- ICCના નિયમો અનુસાર DRS દરમિયાન ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય પણ મોટી ભૂમિકા ભજવે છે. જો ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હોય, તો નિર્ણય લેતી વખતે તેને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો અમ્પાયરે આઉટ જાહેર કર્યો હોય, તો તે થર્ડ અમ્પાયરના નિર્ણયમાં પણ ભૂમિકા ભજવે છે. LBWના નિર્ણયોમાં, DRS દરમિયાન, માત્ર અમ્પાયરના કોલથી જ નિર્ણય લેવામાં આવે છે.
4. યશસ્વીની વિકેટ બાદ ભારત ટેસ્ટ કેવી રીતે હારી ગયું? યશસ્વી 71મી ઓવરમાં આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 7 વિકેટે 140 રન હતો. ભારત પછીની 8 ઓવરમાં 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા મેલબોર્ન ટેસ્ટ હારી ગઈ હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 5 ટેસ્ટ મેચ રમવાની છે. 4 ટેસ્ટ બાદ ઓસ્ટ્રેલિયા સિરીઝમાં 2-1થી આગળ છે.
ભારતની હારનું કારણ ટોપ ઓર્ડરના બેટર્સનું ખરાબ પ્રદર્શન હતું. યશસ્વી સિવાય પ્રથમ ત્રણ બેટર્સ રોહિત શર્મા (9), કેએલ રાહુલ (0) અને વિરાટ કોહલી (5) બે આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. રિષભ પંતનો ખરાબ શોટ પણ ટર્નિંગ પોઈન્ટ બન્યો. યશસ્વીએ રિષભ પંત સાથે 88 રનની ભાગીદારી કરીને ટીમને શરૂઆતના આંચકામાંથી બચાવી હતી, પરંતુ પંતે ખરાબ શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. મેચની સંપૂર્ણ સ્થિતિ જાણો…
યશસ્વીની વિકેટ, નિરાશા, ગુસ્સો અને સેલિબ્રેશન
1. યશસ્વીના કેચ પર ઓસ્ટ્રેલિયનોની અપીલ
2. થર્ડ અમ્પાયરના નિર્ણયથી નારાજ યશસ્વી
3. વિકેટ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયનોનું સેલિબ્રેશન
4. યશસ્વી જયસ્વાલ નિરાશા સાથે પેવેલિયન પરત ફર્યો
પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલના નિર્ણય પર વિવાદ થયો હતો
- સિરીઝની પ્રથમ મેચમાં પણ વિકેટને લઈને વિવાદ થયો હતો. પહેલી મેચમાં, ભારતની પ્રથમ ઇનિંગ દરમિયાન કેએલ રાહુલને આઉટ કરવા પર વિવાદ થયો હતો. સ્ટાર્કે 23મી ઓવરનો બીજો બોલ ફેંક્યો, જેને રાહુલે ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો. બોલ તેના બેટ પાસેથી વિકેટકીપર એલેક્સ કેરીના હાથમાં ગયો.
- આખી ઓસ્ટ્રેલિયન ટીમે અપીલ કરી, પરંતુ અમ્પાયરે આઉટ ન આપ્યો.
- ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે રિવ્યુ લીધો હતો. જ્યારે રિવ્યુમાં રિપ્લે બતાવ્યું, ત્યારે બેટ અને બોલ વચ્ચેનો ગેપ પાછળના કેમેરાના એંગલથી સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ તેમ છતાં સ્નિકો મીટરમાં સ્પાઇક દેખાતી હતી. તેમ છતાં થર્ડ અમ્પાયરે કેએલ રાહુલને આઉટ જાહેર કર્યો હતો. થર્ડ અમ્પાયરે સ્નિકો મીટરના આધારે આ નિર્ણય લીધો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…