સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. રવિવારે આ ડે-નાઈટ ટેસ્ટનો ત્રીજો દિવસ છે અને પ્રથમ સત્ર ચાલી રહ્યું છે. બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયા તરફથી નીતિશ રેડ્ડી અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર છે. રિષભ પંત (28 રન) મિચેલ સ્ટાર્કની બોલિંગમાં સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ થયો હતો.
શનિવારે એડિલેડ ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 337 રન બનાવ્યા હતા, જેમાં ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમ 180 રન જ બનાવી શકી.
લાઈવ અપડેટ્સ
1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતની છઠ્ઠી વિકેટ પડી, પંત આઉટ
ભારતીય ટીમે બીજા દાવમાં છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી છે. રવિવારે પહેલી ઓવર ફેંકી રહેલા મિચેલ સ્ટાર્કે રિષભ પંતને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
બીજો દિવસ પણ ઓસ્ટ્રેલિનાના નામે રહ્યો
એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટના બીજો દિવસ પણ ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો હતો. સ્ટમ્પ્સ સુધી ભારતે બીજી ઇનિંગમાં 128 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત અને નીતિશ રેડ્ડી અણનમ પરત ફર્યા હતા. ટીમ હજુ 29 રનથી પાછળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ ઝડપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
પહેલા દિવસે જ ઓસ્ટ્રેલિયાનો દબદબો
એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. શુક્રવારે ભારતે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું, પરંતુ ટીમ 180 રન જ બનાવી શકી હતી. દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 86 રન બનાવી લીધા હતા અને ટીમ 94 રનથી પાછળ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…