સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં 907 રેટિંગ પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બની ગયો છે. ICCએ બુધવારે રેન્કિંગ જાહેર કર્યું, જેમાં તેણે આ સિદ્ધિ મેળવી. બુમરાહે ગયા અઠવાડિયે 904 રેટિંગ સાથે રવિચંદ્રન અશ્વિનના રેકોર્ડની બરાબરી કરી હતી. ડિસેમ્બર 2016માં અશ્વિનને 904 રેટિંગ પોઈન્ટ મળ્યા હતા.
બીજી તરફ, યશસ્વી જયસ્વાલે ICC મેન્સ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં એક સ્થાન ઉપર ચઢીને તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. તે નંબર-4 પર પહોંચી ગયો છે.
બોલિંગ રેન્કિંગમાં બુમરાહ પહેલા સ્થાને બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી સિરીઝમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર પ્રારંભિક મેચમાં 30 વિકેટ લીધી છે. તેની એવરેજ પણ 12.83 રહી છે. તે ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ (843) હાલમાં બીજા સ્થાને છે અને પેટ કમિન્સ (837) ત્રીજા સ્થાને છે.
યશસ્વી જયસ્વાલે ટ્રેવિસ હેડને પાછળ છોડ્યો મેલબોર્નમાં બંને ઈનિંગ્સમાં અડધી સદી ફટકારનાર ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ 854 પોઈન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને પાછળ છોડી દીધો. ઇંગ્લેન્ડનો જો રૂટ પ્રથમ સ્થાને યથાવત છે. ઇંગ્લિશ ઓલરાઉન્ડર હેરી બ્રુક બીજા નંબર પર છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા સ્થાને યથાવત છે.
યશસ્વી જયસ્વાલે મેલબોર્ન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 82 અને બીજી ઇનિંગમાં 84 રન બનાવ્યા હતા.
ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા ટોપ પર યથાવત રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે. બાંગ્લાદેશનો મહેદી હસન બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને ચાર સ્થાનનો ફાયદો થયો છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકાના માર્કો યાન્સેન ચોથા નંબર પર છે.
સ્પોર્ટ્સના આ સમાચાર પણ વાંચો…
ગૌતમ ‘ગંભીર’ થયો, કહ્યું- બસ હવે બહુ થયું
ઓસ્ટ્રેલિયા સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ટીમ ઈન્ડિયા 1-2થી પાછળ રહી ગઈ છે. હવે પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં 3 જાન્યુઆરીએ રમાશે. સિરીઝ બચાવવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે આ મેચ જીતવી પડશે. આ ટેસ્ટ પહેલાં એક સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ચેતેશ્વર પૂજારાને ભારતીય ટીમમાં સામેલ ન કરવાને લઈને હજુ પણ સવાલો ઊઠી રહ્યા છે. હવે આ મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. સંપૂર્ણ સમાચાર વાંચો…