દુબઈ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે હરાવ્યું. શુભમન ગિલની સદી અને મોહમ્મદ શમીની પાંચ વિકેટની મદદથી ભારતે 46.3 ઓવરમાં 229 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો છે.
ગુરુવારે ઘણી રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી. અક્ષરના હેટ્રિક બોલ પર રોહિત શર્માએ કેચ છોડ્યો, તેણે ઝાકિર અલીના જૂતાની દોરી બાંધી દીધી. ગિલે સ્ટેડિયમના બીજા માળ સુધી સિક્સર ફટકારી. વિકેટકીપર રાહુલ સ્ટમ્પિંગ ચૂકી ગયો.
ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ મેચની ટોચની 11 મોમેન્ટ્સ અહીં વાંચો…
1. શિખર ધવન ટ્રોફી લાવ્યો

શિખર ધવન (વચ્ચે) ચેમ્પિયન્સ ટ્રોફી સાથે.
મેચ પહેલા ભૂતપૂર્વ ભારતીય ખેલાડી શિખર ધવન ટુર્નામેન્ટની ટ્રોફી સાથે મેદાન પર પહોંચ્યો હતો. ધવન ICC ટુર્નામેન્ટમાં ભારતના ટોચના બેટરમાંનો એક છે. તેમણે ઓગસ્ટ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેઓ દુબઈ સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓને પણ મળ્યા.

શિખર ધવન ભારતીય કેપ્ટન રોહિત શર્માને મળ્યો
2. બાળકોએ વિરાટ કોહલી પાસેથી ઓટોગ્રાફ લીધા

બાળકો સાથે વિરાટ કોહલી
ભારતીય રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય ટીમ સાથે આવેલા નાના બાળકોએ રાષ્ટ્રગીત પછી સ્ટાર બેટર વિરાટ કોહલીને ઘેરી લીધો. બાદમાં, વિરાટે બધા સાથે હાથ મિલાવ્યા અને ઓટોગ્રાફ પણ આપ્યા.

બંને ટીમોના ખેલાડીઓ મેદાનમાં પ્રવેશ્યા

રાષ્ટ્રગીત દરમિયાન ભારતીય ટીમ.
3. બાંગ્લાદેશને પહેલી 2 ઓવરમાં 2 ઝટકા લાગ્યા

હર્ષિત રાણાએ બાંગ્લાદેશી કેપ્ટન શાંતોને આઉટ કર્યો. તેણે કુલ 3 વિકેટ લીધી.
બાંગ્લાદેશની ટીમે પ્રથમ 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં, સૌમ્ય સરકાર પોતાનું ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો. મોહમ્મદ શમીની બોલિંગમાં વિકેટકીપર કેએલ રાહુલે તેનો કેચ આઉટ કરાવ્યો. બીજી ઓવરમાં હર્ષિત રાણાએ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને વિરાટ કોહલીના હાથે કેચ આઉટ કરાવ્યો.

મોહમ્મદ શમીએ બાંગ્લાદેશના 5 બેટરને આઉટ કર્યા.
4. શુભમનનો શાનદાર કેચ

ભારતીય વાઇસ કેપ્ટન શુભમન ગિલ મેહદી હસન મિરાઝનો કેચ લીધો
બાંગ્લાદેશે 7મી ઓવરમાં પોતાની ત્રીજી વિકેટ ગુમાવી દીધી. મેહદી હસન મિરાઝને 5 રનના સ્કોર પર શમીએ આઉટ કર્યો. મેહદી હસન ઓવરપિચ્ડ બોલ ડ્રાઇવ કરવાની કોશિશ કરી રહ્યો હતો. અહીં બોલ બેટની બહારની ધારથી સ્લિપમાં શુભમન ગિલના હાથમાં ગયો. તેણે એક શાનદાર કેચ પકડ્યો.
5. રોહિતે કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો

રોહિત શર્માએ શૂન્યના સ્કોર પર ઝાકિરને જીવનદાન આપ્યું.
9મી ઓવરમાં, અક્ષર પટેલે સતત બે બોલ પર 2 વિકેટ લીધી. તે હેટ્રિક પર હતો પણ રોહિતે સ્લિપમાં ઝાકિર અલીનો કેચ છોડી દીધો અને અક્ષર હેટ્રિક ચૂકી ગયો. તેણે પોતાની પહેલી ઓવરના બીજા બોલે તંજીદ હસન તમીમ (25) અને મુશફિકુર રહીમ (0) ને આઉટ કર્યા.

કેચ છોડ્યા પછી રોહિત શર્મા નિરાશામાં જમીન પર હાથ પછાડ્યા

કેચ ચૂકી ગયા બાદ રોહિત અક્ષરની માફી માગી
6. પંડ્યાએ ઝાકીરનો કેચ છોડ્યો

હાર્દિક પંડ્યાએ 20 રન પર ઝાકિર અલીને જીવનદાન આપ્યું.
ઝાકિર અલીને 20મી ઓવરમાં બીજીવાર જીવનદાન મળ્યું. કુલદીપ યાદવની ઓવરના 5મા બોલ પર, ઝાકિરે મિડ-ઓફ તરફ મોટો શોટ રમ્યો, હાર્દિક પંડ્યા બોલની નીચે જ હતો, પરંતુ તેણે એક સરળ તક ગુમાવી દીધી. અહીં ઝાકીર 20 રનના સ્કોર પર રમી રહ્યો હતો.

કુલદીપના બોલ પર હાર્દિકે કેચ છોડી દીધો.
7. કેએલ રાહુલ સ્ટમ્પિંગ ચૂકી ગયો

વિકેટકીપર કેએલ રાહુલે ઝાકિર અલીને ત્રીજુ જીવનદાન આપ્યું
ઝાકિર અલીને 23મી ઓવરમાં ત્રીજી વખત જીવનદાન મળ્યું. અહીં વિકેટકીપર કેએલ રાહુલ તેને સ્ટમ્પિંગ કરવાનું ચૂકી ગયો. આ જ ઓવરમાં ઝાકિરે તૌહીદ હૃદયોય સાથે પોતાની પચાસ રનની ભાગીદારી પૂર્ણ કરી.
8. રોહિતે ઝાકીરના જૂતાની દોરી બાંધી

કેપ્ટન રોહિત શર્મા ઝાકિર અલીના જૂતાની દોરી બાંધી હતી
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બાંગ્લાદેશી ખેલાડી ઝાકિર અલીના જૂતાની દોરી બાંધીને ખેલદિલીનું પ્રદર્શન કર્યું. 33 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ, ઝાકિરે બાંગ્લાદેશની ઇનિંગ્સ સંભાળી અને 68 રન બનાવ્યા.
9. ગિલની સિક્સર સ્ટેડિયમના બીજા માળે પહોંચી

શુભમન ગિલે તંજિમ હસનના બોલ પર 98 મીટરનો છગ્ગો ફટકાર્યો.
ભારતીય ઇનિંગ્સની 9મી ઓવરમાં, શુભમન ગિલે દુબઈ સ્ટેડિયમના બીજા માળ પર છગ્ગો ફટકાર્યો. અહીં તંજીમ હસન સાકિબે ચોથી ઓવરમાં શોર્ટ લેન્થ બોલ ફેંક્યો, ગિલે પુલ શોટ રમ્યો અને તેને ડીપ મિડવિકેટ પર સિક્સર ફટકારી. આ છગ્ગો 98 મીટરનો હતો.
10. ઝાકિર અલીએ રાહુલનો કેચ છોડ્યો

જ્યારે રાહુલને જીવનદાન મળ્યું ત્યારે તે 9 રન પર રમી રહ્યો હતો.
37મી ઓવરમાં કેએલ રાહુલને જીવનદાન મળ્યું. તસ્કિન અહેમદની આ ઓવરમાં ઝાકિર અલીએ રાહુલનો કેચ છોડી દીધો. રાહુલ લેન્થ બોલ પર મોટો શોટ રમવા માંગતો હતો. બોલ સ્ક્વેર લેગ પર ઉભેલા ઝાકિર અલી પાસે ગયો, પરંતુ ઝાકિર તેને પકડી શક્યો નહીં.
11. રાહુલે સિક્સર ફટકારીને મેચ જીતી લીધી

વિકેટકીપર કેએલ રાહુલે 41 રનની અણનમ ઇનિંગ રમી.
47મી ઓવરના ત્રીજા બોલ પર કેએલ રાહુલે તંજિમ હસન સાકિબ સામે સિક્સર ફટકારી. આ સાથે તેણે ટીમને જીત અપાવી. રાહુલે 47 બોલમાં 41 રન બનાવ્યા. તેની સામે શુભમન ગિલ 101 રન બનાવીને નોટઆઉટ રહ્યો.