સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ આવતીકાલથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. બે મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે.
ગ્રીન પાર્કમાં પેસર્સ કરતાં સ્પિનર્સને વધુ વિકેટ મળી છે. તેને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ 3 સ્પિનરોને તક આપી શકે છે. જો 3 સ્પિનરો હોય તો કુલદીપ યાદવ અથવા અક્ષર પટેલમાંથી એકને તક મળી શકે છે.
બેટિંગ લાઇન-અપમાં કોઈ ફેરફાર થશે નહીં શક્ય છે કે કાનપુરમાં બેટિંગ લાઇન-અપમાં કોઈ ફેરફાર ન થાય. આમાં પાંચ બેટર્સ અને એક વિકેટકીપરને તક મળશે. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને વિકેટકીપર રિષભ પંત જેવા સિનિયર ખેલાડીઓ ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. પંતે પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગમાં સદી ફટકારીને શાનદાર કમબેક કર્યું હતું. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ ટૉપ-3 પોઝિશન પર રમવાનું નિશ્ચિત છે.

બન્ને ‘રવિ’નું રમવાનું નક્કી ટૉપ-6 બેટર્સ બાદ ટીમ ઈન્ડિયા ગત મેચમાં સદી ફટકારનાર રવિચંદ્રન અશ્વિન અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં 2 સિનિયર સ્પિન બોલિંગ ઓલરાઉન્ડરોને સ્થાન પાક્કું છે. જો ટીમે સ્પિન ડિપાર્ટમેન્ટમાં 3 બોલર રાખ્યા તો કુલદીપ યાદવ કે અક્ષર પટેલમાંથી એકને જ તક મળી શકે છે. બાંગ્લાદેશને ધ્યાનમાં રાખીને ટીમ ઈન્ડિયા પોતાના બોલિંગ વિભાગને મજબૂત કરવા પર ધ્યાન આપશે. આવી સ્થિતિમાં કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં સામેલ કરી શકાય છે.

2 ઝડપી બોલરોને તક મળી શકે પ્લેઇંગ-11માં ભારત 2 ફાસ્ટ બોલરોને તક આપી શકે છે. જસપ્રીત બુમરાહ આમાં રમી શકે છે. તેના સિવાય મોહમ્મદ સિરાજ, યશ દયાલ અને આકાશ દીપ રેસમાં છે. છેલ્લી મેચમાં મોહમ્મદ સિરાજ અને આકાશ બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેથી આ બેમાંથી એકને જ તક મળશે. સિરાજનો ઈકોનોમી રેટ સારો હતો એટલે સિરાજ અહીં જીતી શકે છે. યશ દયાલ હજુ સુધી ડેબ્યુ કર્યું નથી તેથી તેમના માટે તક મળવી મુશ્કેલ છે.

ટીમ જુરેલ, દયાલ અને સરફરાઝને રિલીઝ કરી શકે છે જો ધ્રુવ જુરેલ, યશ દયાલ અને સરફરાઝ ખાન પ્લેઇંગ-11નો ભાગ નથી તો ટીમ ઈરાની કપ માટે તેમને બહાર કરી શકે છે. જ્યારે અક્ષર પટેલ અને આકાશ દીપને બેન્ચ પર બેસવું પડી શકે છે.

બાંગ્લાદેશ પ્લેઇંગ-11માં ત્રીજા સ્પિનરનો પણ સમાવેશ કરી શકે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશની પ્લેઇંગ-11માં ફેરફાર થઈ શકે છે. ટીમમાં 2 સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાજ રમશે તે લગભગ નિશ્ચિત છે. ટીમમાં ફાસ્ટ બોલર નાહિદ રાણાના સ્થાને ત્રીજા સ્પિનર તૈજુલ ઈસ્લામને સામેલ કરી શકાય છે.
મહમુદુલ હસન જોય, નાહિદ રાણા, નઈમ હસન, સૈયદ ખાલિદ અહેમદ અને ઝાકિર અલી અનિક બીજી મેચ માટે બહાર બેસી શકે છે.
