ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચની ODI શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ રહી છે. વિદર્ભ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલી ઓવરમાં ઇંગ્લિશ ટીમે કોઈ રન બનાવ્યા નહીં. બેન ડકેટ અને ફિલ સોલ્ટ ક્રીઝ પર છે. મોહમ્મદ શમીએ પહેલી ઓવર મેડન નાખી. આ મેચમાં વિરાટ કોહલી નથી રમી રહ્યો. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે કોહલીને ઘૂંટણમાં સમસ્યા છે. આ મેચમાં યશસ્વી જયસ્વાલ અને હર્ષિત રાણા ડેબ્યૂ કરી રહ્યા છે. આ મેદાન પર બંને ટીમો પહેલી વાર ODI મેચમાં આમને-સામને થઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીની દૃષ્ટિએ આ શ્રેણી મહત્વપૂર્ણ છે. જે 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઈમાં રમાશે. ટીમ ઈન્ડિયા ગયા વર્ષે ફક્ત 3 વનડે રમી હતી. ભારત-ઇંગ્લેન્ડ પહેલી વનડેનો સ્કોરકાર્ડ
Source link