સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલાલેખક: અમૃતા સિંહ
- કૉપી લિંક
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન પોલ કોલિંગવૂડે કહ્યું કે, તેઓ T20 વર્લ્ડ કપમાં ભારતને હારતા જોવા નથી માગતા. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત અને સંતુલિત છે. ટીમમાં અત્યારે મોટો તફાવત જસપ્રીત બુમરાહ છે, જે શાનદાર ફોર્મમાં છે. બુમરાહ ફિટ છે, એક્યૂરેટ છે, સ્કિલ્સ ધરાવે છે અને કોઈપણ ટીમને મુશ્કેલીમાં મૂકી શકે છે. બુમરાહ આ વર્લ્ડ કપમાં ટીમનો બીજો ટોપ વિકેટ લેનાર બોલર છે.
2010માં T-20 વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લિશ ટીમના કેપ્ટન કોલિંગવૂડે કહ્યું કે જો ઇંગ્લેન્ડે ભારત સામે સેમિફાઈનલ જીતવી હોય તો તેમને એક્સ્ટ્રા-ઑર્ડિનરી રમવું પડશે.
T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઈનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે ગયાનામાં એટલે કે 27 જૂને રાત્રે 8 વાગ્યે રમાશે. આ મેચ પહેલાં કોલિંગવૂડે સ્ટાર સ્પોર્ટ્સ પ્રેસ રૂમ શોમાં ભાસ્કરના સવાલ પર આ બધી વાતો કહી. આ શોમાં તેની સાથે પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેડ હોગ અને પૂર્વ ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત પણ હાજર હતા.
ઓસ્ટ્રેલિયા સામે રોહિતની ઇનિંગ્સ અલગ સ્તરની હતી
કોલિંગવૂડે ભારતીય કેપ્ટન રોહિત શર્માની પણ પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે અત્યાર સુધી ભારતે અમેરિકાની કઠિન પિચ પર મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીતવાના રસ્તા શોધી કાઢ્યા છે. તે આત્મવિશ્વાસથી ભરેલો દેખાય છે. તેમના બેટર ફોર્મમાં છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રોહિત શર્માની ઇનિંગ અલગ સ્તરની હતી. ટીમના આ ફોર્મને જોઈને હું કલ્પના પણ કરી શકતો નથી કે ભારતને કોઈ હરાવી શકે છે.
સુપર-8માં ઓસ્ટ્રેલિયા સામે રોહિતનું પ્રદર્શન
આ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા હજુ પણ અજેય
ટીમ ઈન્ડિયા આ દુનિયામાં સાત મેચ રમી છે અને એક પણ મેચ હાર્યું નથી. ભારતીય ટીમે લીગ રાઉન્ડમાં આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકાને હરાવ્યા હતા. તેમજ કેનેડા સામેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતે સુપર-8 રાઉન્ડમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.