સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ 26 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણી ભારત માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકામાં અત્યાર સુધી કોઈ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. ભારતે અહીં 8 સિરીઝ રમી હતી જેમાંથી એક ડ્રો રહી હતી જ્યારે 7માં હાર થઈ હતી.
છેલ્લી વખત 2021માં ભારતીય ટીમ 1-0ની લીડ લીધા બાદ પણ 3 ટેસ્ટ મેચની સિરીઝ હારી ગઈ હતી, પરંતુ આ વખતે ટીમ ઈન્ડિયા પાસે વિરાટ કોહલી, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત જેવા અનુભવી ખેલાડીઓને કારણે શ્રેણી જીતવાની તક છે. ખેલાડીઓની સાથે સાથે મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલ જેવા યુવા ખેલાડીઓ પણ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં ટીમને જીત અપાવવા માટે સક્ષમ છે.
પ્લેયર નંબર 1 – વિરાટ કોહલી: 51.35ની એવરેજથી રન બનાવ્યા, 2 સદી ફટકારી
કોહલી પ્રેશરમાં બેટિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. તે પોતાની જાતને પીચને અનુરૂપ ઢાળે છે. તેને આફ્રિકાની પીચ પર રમવાનો અનુભવ છે. તે રનને ચેઝ કરવામાં પણ સક્ષમ છે. તેની પાસે એક બોલ રમવા માટે ત્રણથી ચાર શોટ છે. આવી સ્થિતિમાં આફ્રિકાની પીચ પર વિરાટ ભારતીય બેટિંગનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ હશે.
કોહલીએ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી 7 મેચમાં 51.35ની એવરેજથી રન બનાવ્યા છે. તેના નામે 2 સદી અને 3 અડધી સદી સહિત 719 રન છે. તે આફ્રિકામાં ભારતનો બીજો ટોપ સ્કોરર છે. સચિન તેંડુલકરે તેના કરતા વધુ રન બનાવ્યા છે, 1161 રન. સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં કોહલીના નામે 11 સદી અને 13 અડધી સદી છે. તેણે 41 મેચમાં 43.27ની એવરેજથી 3419 રન બનાવ્યા છે.
ખેલાડી નંબર 2 – કેએલ રાહુલ: દક્ષિણ આફ્રિકામાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર, 250+ રન બનાવ્યા
લોઅર મિડલ ઓર્ડરની જવાબદારી વિકેટકીપર બેટર કેએલ રાહુલ પર છે. તે 7મા નંબર પર બેટિંગ કરે છે. ટોપ અથવા મિડલ ઓર્ડર ફ્લોપ થવાના કિસ્સામાં, રાહુલ ટીમને ફાઇટીંગ ટોટલ આપે છે.
આફ્રિકાની પીચ પર રાહુલના નામે 256 રન છે. તેણે 5 મેચમાં એક સદી અને એક અડધી સદી ફટકારી છે. રાહુલ સેના દેશોમાં 19 ટેસ્ટ રમ્યો છે. જેમાં તેના નામે 4 સદી અને 2 અડધી સદી સહિત 1057 રન છે.
પ્લેયર નંબર 3 – રવિન્દ્ર જાડેજા: બેટ-બોલની સાથે ફિલ્ડીંગમાં પણ અદ્ભુત; 16 કેચ લીધા
લેફ્ટ સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બેટ અને બોલની સાથે ફિલ્ડિંગ કરીને મેચનો માર્ગ બદલવાની ક્ષમતા ધરાવે છે. ડાબોડી બેટર હોવાને કારણે તે બેટિંગ ઓર્ડરમાં વિવિધતા લાવે છે અને જરૂર પડ્યે મોટા શોટ પણ રમી શકે છે.
જાડેજાએ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી 3 મેચમાં 99 રન બનાવ્યા છે અને 6 વિકેટ લીધી છે. સેના દેશોમાં જાડેજાએ 20 મેચમાં 932 રન બનાવ્યા અને 52 વિકેટ પણ લીધી. એટલું જ નહીં જાડેજાએ 16 કેચ પણ લીધા છે.
પ્લેયર નંબર 4 – જસપ્રીત બુમરાહ: આફ્રિકામાં 26 વિકેટ, સેના દેશોમાં 101
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ તેના પરફેક્ટ યોર્કર માટે જાણીતો છે. પોતાની ઝડપ અને સ્વિંગના આધારે તે મહત્ત્વના પ્રસંગોએ ટીમને સફળતા અપાવે છે. આફ્રિકાની ઝડપી અને ઉછાળવાળી પીચ પર બુમરાહ ટીમ ઈન્ડિયાનો ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
દક્ષિણ આફ્રિકામાં તેણે 6 મેચમાં 26 વિકેટ લીધી છે. જેમાં બે વખત 5 વિકેટનો સમાવેશ થાય છે. સેના દેશોમાં બુમરાહના નામે 101 વિકેટ છે. તેણે 5 વખત 5 વિકેટ લીધી છે.
પ્લેયર નંબર 5 – મોહમ્મદ સિરાજ: વોબલ સીમના કિંગ, આફ્રિકામાં ચમકી શકે છે
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ તેની વોબલ સીમ માટે જાણીતો છે. તે કોઈપણ બેટરને તેની ઝડપ અને સ્વિંગથી પરેશાન કરે છે. આવી સ્થિતિમાં સિરાજ દક્ષિણ આફ્રિકાની ઉછાળવાળી પીચ પર અસરકારક પ્રદર્શન કરી શકે છે. તે 2 મેચમાં માત્ર 3 વિકેટ લઈ શક્યો છે, પરંતુ આ શ્રેણીમાં તે ચમકશે તેવી આશા છે. સિરાજે સેના દેશોમાં 11 મેચમાં 39 વિકેટ લીધી છે. જેમાં એક વખત 5 વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે.
અને હવે દક્ષિણ આફ્રિકામાં ભારતનું ભૂતકાળનું પ્રદર્શન જુઓ…
આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ જીતવામાં 14 વર્ષ લાગ્યા
ટીમ આફ્રિકામાં તેની પ્રથમ ટેસ્ટ મેચ 13 નવેમ્બર 1992ના રોજ ડરબનમાં રમી હતી. ટીમને હોમગ્રાઉન્ડ પ્રોટિયાઝ સામે પ્રથમ જીત મેળવવામાં 14 વર્ષ લાગ્યાં. ભારતે 2006માં જોહાનિસબર્ગમાં આફ્રિકન ટીમને 123 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણીમાં ભારતનું પ્રદર્શન…