આવતીકાલ રવિવારે વડોદરા નજીક આવેલા કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મહિલા વચ્ચે ડે નાઇટ મેચ રમાશે. આ પૂર્વે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમોએ ભરપૂર પ્રેક્ટિસ કરી હતી. આવતીકાલની મેચને લઈને કોટંબી સ્ટેડિયમ અને સ્ટેડિ
.
T-20 સિરીઝ હાર્યા હતા પણ વન ડે સિરીઝમાં ટક્કરનો મુકાબલો આપશું નેટ પ્રેક્ટિસ બાદ વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન હેલી મેથ્યુઝએ જણાવ્યું હતુ કે, ગુજરાત અને વડોદરામાં અમારી આ પહેલી મેચ છે. કોટંબી નવુ ગ્રાઉન્ડ છે. અહી ખૂબ જ સારી ફેસિલીટી છે. ભારતીય ટીમ સામેનો મુકાબલો ટફ રહ્યો છે. છેલ્લી ટી-20 સિરીઝમાં અમે 2-1થી પરાજીત થયા પરંતુ, વન ડે સિરીઝમાં અમે ભારતીય ટીમ સામે બરાબરનો મુકાબલો કરીશું એવી અમે તૈયારી કરી છે. ટી-20ના પરાજય બાદ અમે ક્રિકેટના મહત્વના પાસાઓનો યોગ્ય રીતે વિશ્લેષણ કર્યું છે. કયા પાસા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે? અને કંઇ-કંઇ બાબતોમાં હજી સુધારાની જરૂર છે, તે સબંધમાં ટીમ મેનેજમેન્ટ સાથે ચર્ચા થઇ છે. જેથી અમને આશા છે કે, વન-ડે સિરીઝમાં અમે ભારતીય ટીમ સામે સારો દેખાવો કરીશું.
સ્ટેડિયમમાં પગ મૂકતા અમને અનોખો માહોલ જોવા મળ્યો વધુમાં તેણીએ જણાવ્યું કે, કોટંબી સ્ટેડિયમમાં પગ મૂકતા અમને એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. સ્ટેડિયમમાં જ્યારે અમે ડ્રેસીંગ રૂમમાં પહોંચ્યાં ત્યારે ખૂબ સારી જગ્યા જોવા મળી, પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ ખૂબ સારૂ બનાવવામાં આવ્યું છે. ભારતીય ટીમની પ્લેયર યાસ્તીકા ભાટીયા સાથે મેં ઘણી ગેમ રમી છે, યાસ્તીકા પણ વડોદરાની છે એવું તેણે જણાવ્યું હતુ.
કોટંબી સ્ટેડિયમની પીચ મુંબઈ જેવી જ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ અમોલ મજુમદારે જણાવ્યું હતું કે, કેપ્ટન હરમન પ્રીત આજે નેટમાં પરત ફરી છે, તે એકદમ ફીટ છે. અમારી ટીમ આ સ્ટેડિયમમાં પહેલીવાર રમી રહ્યા છીએ પરંતુ, કોટંબી સ્ટેડિયમની પીચ મુંબઈ જેવી જ પીચ છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ખૂબ જ સારું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે અને ખેલાડીઓને રમવાની ખૂબ મજા આવશે. વડોદરાની યાસ્તિકા ભાટિયા હાલ રિહેબમાં છે, આ સિરીઝમાં તેની કમી પડશે, એવા સવાલનો જવાબમાં જણાવ્યું હતું કે, કમી તો છે, યાસ્તિકા ભાટિયા હાલ ઇજાગ્રસ્ત છે. અમે આશા રાખીએ છીએ કે, તે ઝડપથી રિકવર થઈ જશે. જોકે, આજે 15 ખેલાડીઓ સિલેક્ટ કરવામાં આવ્યા છે તે બેસ્ટ છે.
આ સિરીઝથી ખૂબ જ સારી આશા રાખી રહ્યા છીએ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે ટી-20 રમીને આવ્યા છીએ અને હવે વન-ડે મેચ રમવા જઈ રહ્યા છીએ. અમારી ટીમ ખૂબ જ હાર્ડ પ્રેક્ટિસ કરી રહી છે અને આગામી મેચમાં જીત માટે અમે તમામ પ્રયાસ કરીશું. અમે એક મેચ પર ફોકસ કરી રહ્યા છે અને તે જીતીને આગળ વધીશું. વડોદરાના નવા ક્રિકેટ સ્ટેડિયમમાં આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું વડોદરામાં 1997થી આવું છું. વડોદરાનુ આ નવું સ્ટેડિયમ જોઈને ખૂબ જ ખુશી થઈ છે. અમે ટી-20 સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું અને આ સમયે આખું સ્ટેડિયમ ખચોખચ ભર્યું હતું. અમારી ટીમ ટી-20 સિરીઝમાં વેસ્ટ ઇન્ડીઝ સામે કરેલા પર્ફોર્મન્સને આગળ વધારશે. આ ભારતીય ટીમમાં યુવા ખેલાડી છે અને અનુભવી ખેલાડીઓ પણ છે. અમે આ સિરીઝથી ખૂબ જ સારી આશા રાખી રહ્યા છીએ.