5 મિનિટ પેહલા
- કૉપી લિંક
આગામી વર્લ્ડ કપ પહેલા ભારતની અંડર-19 ટીમે વિજયી શરૂઆત કરી છે. ટીમે પુડુચેરીમાં પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ ટીમે 184 રન બનાવ્યા હતા, ભારતે 36 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.
ભારત તરફથી મોહમ્મદ ઈનાને 4 વિકેટ ઝડપી હતી. કેપી કાર્તિકેયે પણ 2 વિકેટ લીધા બાદ 85 રનની ઇનિંગ રમી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. જ્યારે કેપ્ટન મોહમ્મદ અમાને 58 રનની ઇનિંગ રમી હતી.
કાંગારૂ ટીમે 100 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી પુડુચેરીમાં ભારતની અંડર-19 ટીમે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આઠમી ઓવરમાં કેપ્ટન સિમોન બજની વિકેટ ગુમાવી હતી, બજ માત્ર 10 રન બનાવી શક્યો હતો. તેના પછી રિલે કિંગ્સેલ 36 રન, જેક કર્ટેન 17, એડિસન શેરિફ 1 અને એડન ઓ’કોનર 2 રન બનાવીને આઉટ થયા હતા. ટીમે 82 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારત તરફથી મોહમ્મદ ઈનાને 4 વિકેટ ઝડપી હતી.
હોગન ટીમના સ્કોરને 130ને પાર કરાવી ગયો નંબર-3 પર આવેલા સ્ટીવ હોગને 94 બોલમાં 42 રનની ઈનિંગ રમી અને ટીમને 130 રનથી આગળ લઈ ગઈ. તેની સામે ઓલી પેટરસન, લિંકન હોબ્સ 8 અને હેડન શિલર 16 રન બનાવીને આઉટ થયા હતા. અંતમાં થોમસ બ્રાઉને 29 રન બનાવ્યા અને ટીમને 184 સુધી પહોંચાડી દીધી.
ભારત-U19 તરફથી મોહમ્મદ ઈનાને 4 વિકેટ લીધી, 2 વિકેટ કેપી કાર્તિકેયને ગઈ. સમર્થ નાગરાજ, ચેતન શર્મા, હાર્દિક રાજ અને કિરણ કોરમલેને 1-1 વિકેટ મળી હતી.
ભારતની શરૂઆત પણ ખરાબ રહી હતી 185 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ભારતની અંડર-19 ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 5 ઓવરમાં 32 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. રૂદ્ર પટેલ 10 રન, સાહિલ પરીખ 4 અને અભિજ્ઞાન કુંડુ 14 રન બનાવીને આઉટ થયા હતા. ટોપ-3 બેટર્સ વહેલા આઉટ થયા બાદ કેપ્ટન મોહમ્મદ અમાને કેપી કાર્તિકેય સાથે મળીને ઇનિંગ સંભાળી હતી.
અમન અને કાર્તિકેયે 153 રનની ભાગીદારી કરી અને ટીમને 36 ઓવરમાં જીત અપાવી. અમન 58 રન અને કાર્તિકેય 85 રન બનાવીને નોટઆઉટ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા અંડર-19 તરફથી ઓલી પેટરસને 2 વિકેટ લીધી હતી જ્યારે એડન ઓ’કોનરને એક વિકેટ મળી હતી.
મોહમ્મદ અમાને કેપી કાર્તિકેય સાથે મળીને 153 રનની ભાગીદારી કરી હતી.
બીજી વન-ડે 23 સપ્ટેમ્બરે યુવા વન-ડે સિરીઝની પહેલી મેચ જીતીને ભારતે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. હવે બીજી વન-ડે 23મી સપ્ટેમ્બરે અને ત્રીજી વન-ડે 26મી સપ્ટેમ્બરે પુડુચેરીમાં જ રમાશે. ત્યારબાદ બંને ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝ રમશે.