મુંબઈ18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. શનિવારે બીજા દિવસની રમત સવારે 9:30 કલાકે શરૂ થશે.
શુક્રવારે સ્ટમ્પ સુધી ભારતે પ્રથમ ઈનિંગમાં 86 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલ અને રિષભ પંત અણનમ પરત ફર્યા હતા. આ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઈનિંગમાં 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત હજુ પણ પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડ કરતા 149 રન પાછળ છે.
મેચનો પ્રથમ દિવસ સ્પિનરોના નામે રહ્યો હતો. પ્રથમ દિવસે 14 વિકેટોમાંથી માત્ર 11 સ્પિનરોએ જ લીધી હતી. ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ તરફથી સ્પિનર એજાઝ પટેલે 2 વિકેટ ઝડપી હતી. મેટ હેનરીને એક વિકેટ મળી હતી.
ભારતે 6 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી એક સમયે ટીમ ઈન્ડિયાનો સ્કોર એક વિકેટે 78 રન હતો. ટીમ ઈન્ડિયાએ અહીંથી છ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલા એજાઝ પટેલે યશસ્વી જયસ્વાલ અને મોહમ્મદ સિરાજને સતત બે બોલ પર આઉટ કર્યા હતા. ત્યારબાદ વિરાટ કોહલી 30, રોહિત શર્મા 18, વિરાટ કોહલી 4 અને મોહમ્મદ સિરાજ શૂન્ય રને આઉટ થયા હતા. એજાઝ પટેલને 2 અને મેટ હેનરીને 1 વિકેટ મળી હતી. કોહલી રનઆઉટ થયો હતો. શુભમન ગિલ અને રિષભ પંત અણનમ પરત ફર્યા હતા.
ઓપનર યશસ્વી જયસ્વાલ રિવર્સ સ્વીપ રમવાનો પ્રયાસ કરતી વખતે 30 રન બનાવીને આઉટ થયો હતો.
વિરાટ કોહલી 4 રન બનાવીને આઉટ થયો હતો.
ન્યૂઝીલેન્ડે પ્રથમ ઈનિંગમાં 235 રન બનાવ્યા હતા મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય સ્પિનરોએ પ્રથમ દિવસે શાનદાર પ્રદર્શન કર્યું હતું. કિવી ટીમ પ્રથમ ઈનિંગમાં 235 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી ડેરીલ મિશેલ અને વિલ યંગે અડધી સદી ફટકારી હતી. મિશેલે 129 બોલમાં 82 રન અને યંગે 138 બોલમાં 71 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ 5 અને વોશિંગ્ટન સુંદરે 4 વિકેટ ઝડપી હતી. આકાશ દીપને એક વિકેટ મળી હતી.
બંને ટીમની પ્લેઇંગ-11 ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત, સરફરાઝ ખાન, વોશિંગ્ટન સુંદર, રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
ન્યુઝીલેન્ડ: ટોમ લાથમ (કેપ્ટન), ડ્વેન કોનવે, વિલ યંગ, રચિન રવીન્દ્ર, ડેરીલ મિશેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી, મેટ હેનરી, એજાઝ પટેલ, વિલિયમ ઓ’રર્કે.