દુબઈ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં સમાપ્ત થયેલ પાંચ મેચની ટેસ્ટ સિરીઝમાં 1-3થી હારનો સામનો કરનાર ભારતીય મેન્સ ટીમ તાજેતરની ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને સરકી ગઈ છે. ભારત, જેણે 2019-21 અને 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં જગ્યા બનાવી છે, તેના હવે 109 રેટિંગ પોઇન્ટ છે.
ટીમ ઈન્ડિયા 2016 પછી બીજી વખત ICC ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી છે.
બીજી ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવવાનો આફ્રિકાને ફાયદો મળ્યો સાઉથ આફ્રિકાને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં પાકિસ્તાનને 10 વિકેટથી હરાવવાનો ફાયદો મળ્યો છે. તે 112 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે.
સાઉથ આફ્રિકાએ કેપટાઉનના ન્યુલેન્ડ્સ સ્ટેડિયમમાં સોમવારે ચોથા દિવસે 7.1 ઓવરમાં 61 રનનો ટાર્ગેટ કોઈ પણ નુકશાન વિના ચેઝ કરી લીધો હતો. આ પહેલા સાઉથ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ 2 વિકેટે જીતી હતી, આથી સિરીઝ પણ ઘરઆંગણે 2-0થી પોતાના નામે રહી હતી.
સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામે 2-0થી શ્રેણી જીતી હતી.
ઓસ્ટ્રેલિયાની ટીમ ટૉપ પર યથાવત ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ ટેસ્ટ રેન્કિંગમાં ટૉપ પર છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ભારતીય ટીમને હરાવનાર ઓસ્ટ્રેલિયન ટીમનું રેટિંગ 126 છે. એટલું જ નહીં ઓસ્ટ્રેલિયાના 4531 પોઈન્ટ છે. સિડનીમાં રમાયેલી બોર્ડર ગાવસ્કર સિરીઝની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચ માત્ર અઢી દિવસ ચાલી હતી. 3 જાન્યુઆરીએ શરૂ થયેલી આ મેચ 6 જાન્યુઆરીએ લંચ પહેલા સમાપ્ત થઈ ગઈ હતી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડરે વર્તમાન કેપ્ટન પેટ કમિન્સને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આપી હતી.