સ્પોર્ટ્સ ડેસ્ક22 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાએ પર્થમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ભારતીય ખેલાડીઓના ફોટાઝ-વીડિયો પોસ્ટ કર્યા જેમાં તેઓ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેતા જોવા મળે છે.
પાંચ મેચની સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. આ પહેલા ટીમ સોમવારે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી.
તમામ ખેલાડીઓએ નેટ સેશનમાં ભાગ લીધો ભારતીય ટીમે બુધવારે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી, ટીમના વાઇસ કેપ્ટન જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત તમામ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ભારતીય બેટર-વિકેટકીપર રિષભ પંતનો આ ફોટો BCCIએ 13 નવેમ્બરે X-પોસ્ટ કર્યો હતો.
નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ.
રોહિત ઓસ્ટ્રેલિયામાં 1 ટેસ્ટ ચૂકી શકે છે ભારતના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટમાંથી બહાર થઈ શકે છે. તેણે BCCIને જાણ કરી છે કે અંગત કારણોસર તેના માટે પ્રથમ બે ટેસ્ટમાંથી કોઈપણમાં રમવું મુશ્કેલ છે. એટલા માટે રોહિત હજુ સુધી ઓસ્ટ્રેલિયા પણ પહોંચી શક્યો નથી.
WTC ફાઈનલ માટે મહત્વપૂર્ણ સિરીઝ WTC 2023-25 સાયકલમાં ભારતની છેલ્લી ટેસ્ટ સિરીઝ હવે ઓસ્ટ્રેલિયા સામે છે. જો ભારત સિરીઝ 3-2થી જીતશે તો પણ ટીમ ફાઈનલમાં પહોંચી શકશે નહીં. માત્ર 4 ટેસ્ટ જીતીને જ ટીમ કોઈના પર નિર્ભર થયા વિના ફાઈનલમાં જગ્યા બનાવી શકશે. આ સંદર્ભમાં ભારત માટે આ સિરીઝ ઘણી મહત્વની છે.
ઓસ્ટ્રેલિયા 2014-15થી ભારતને હરાવી શક્યું નથી ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી 4 સિરીઝમાં ભારતને હરાવી શકી નથી. ટીમની છેલ્લી જીત 2014-15 સિઝનમાં હતી. ત્યારે સ્મિથની આગેવાનીમાં રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 2-1થી હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમે ચારેય શ્રેણી જીતી લીધી છે.
***************************************
બોર્ડર ગાવસ્કર ટ્રોફી સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
રોહિત પર્થ ટેસ્ટમાં નહીં રમે તો ઓપનિંગ કોણ કરશે?
ગૌતમ ગંભીરે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જો રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ નહીં રમી શકે તો કેએલ રાહુલ અથવા અભિમન્યુ ઇશ્વરન તેની જગ્યા લેશે. ભારતીય કોચના આ નિવેદનથી સ્પષ્ટ છે કે કેપ્ટન રોહિત માટે પર્થ ટેસ્ટ રમવી મુશ્કેલ છે. આ મેચ 22 નવેમ્બરથી શરૂ થશે. સંપૂર્ણ સમાચાર વાંચો…