બ્રિસ્બેન4 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન-ડેમાં 5 વિકેટે હારી ગઈ છે. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ગુરુવારે બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. તેનો નિર્ણય ખોટો સાબિત થયો અને ટીમ 34.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 100 રન બનાવી શકી. ઓસ્ટ્રેલિયાએ 16.2 ઓવરમાં 5 વિકેટે 101 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર જ્યોર્જિયા વોલે 46 રનની અણનમ ઇનિંગ રમી હતી જ્યારે ફોબી લિચફિલ્ડે 35 રન બનાવ્યા હતા. ભારત તરફથી જેમિમાહ રોડ્રિગ્ઝે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા. હરલીન દેઓલે 19 અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 17 રન બનાવ્યા હતા. ભારત તરફથી ફાસ્ટ બોલર રેણુકા સિંહે 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેગન શટે 5 વિકેટ લીધી, આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી.
ફાસ્ટ બોલર રેણુકા ઠાકુરે 3 વિકેટ લીધી હતી.
વોલ-લિચફિલ્ડે 48 રનની ઓપનિંગ ભાગીદારી કરી 101 રનના નાના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે જોરદાર શરૂઆત કરી હતી. ટીમના ઓપનર જ્યોર્જિયા વોલ અને ફોબી લિચફિલ્ડે 41 બોલમાં 48 રનની ભાગીદારી કરી હતી. વોલે સધરલેન્ડ સાથે 25 રન અને ગાર્ડનર સાથે 20 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી હતી.
અહીંથી ભારતીય ઇનિંગ્સ…
ભારતે છેલ્લી 5 વિકેટ 11 રનમાં ગુમાવી દીધી ભારતીય ટીમની પાંચમી વિકેટ 89 રનના સ્કોર પર પડી હતી. અહીં જેમિમાહ રોડ્રિગ્ઝ 23 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તેને કિમ ગાર્થે બોલ્ડ કરી હતી. જેમિમાહના આઉટ થતાં જ ભારતીય ઇનિંગ પત્તાના મહેલની માફક ખરી પડી અને ટીમે 11 રનના સ્કોર પર છેલ્લી 5 વિકેટ ગુમાવી દીધી હતી.
ભારતીય ઇનિંગ્સમાં જેમિમાહ રોડ્રિગ્ઝે સૌથી વધુ 23 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની ખરાબ શરૂઆત ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 42 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમના ટોપ-3 બેટર્સે મળીને માત્ર 30 રન જ બનાવ્યા છે. ઓપનર પ્રિયા પુનિયા 3 રન બનાવીને અને સ્મૃતિ મંધાના 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે હરલીન દેઓલ 19 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તિતાસ સાધુએ ભારત તરફથી વન-ડેમાં ડેબ્યુ કર્યું હતું.
ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા, હરલીન દેઓલ, સ્મૃતિ મંધાના, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, તિતાસ સાધુ, પ્રિયા મિશ્રા, સાયમા ઠાકોર અને રેણુકા ઠાકુર.
ઓસ્ટ્રેલિયા: તાહલિયા મેકગ્રા (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, જ્યોર્જિયા વોલ, એલિસ પેરી, બેથ મૂની (વિકેટકીપર), એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, જ્યોર્જિયા વેરહેમ, એલાના કિંગ, કિંગ ગાર્થ અને મેગન શટ.