- Gujarati News
- Sports
- Cricket
- India Vs South Africa, India Vs South Africa Live, India Vs South Africa Live Score, India Vs South Africa T20
સ્પોર્ટ્સ ડેસ્ક39 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને યજમાન સાઉથ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની ત્રીજી મેચ આજે જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાશે. મેચ રાત્રે 8:30 કલાકે શરૂ થશે.
દક્ષિણ આફ્રિકા 3 મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. ટીમે બીજી મેચ 5 વિકેટે જીતી લીધી હતી, જ્યારે પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયા તમામ ફોર્મેટની શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. 3 મેચની વન-ડે સિરીઝ 17 ડિસેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ ટેસ્ટ સિરીઝ રમાશે.
હેડ ટુ હેડ રેકોર્ડ
વાન્ડરર્સ સ્ટેડિયમમાં T20માં ભારત અને દક્ષિણ આફ્રિકા ચોથી વખત આમને-સામને છે. આ પહેલાં 3 માંથી 2 મેચ ભારત અને એક સાઉથ આફ્રિકાએ જીતી હતી.
બંને વચ્ચે અત્યાર સુધીમાં 8 T-20 સિરીઝ રમાઈ છે. જેમાં ભારતે 4 અને દક્ષિણ આફ્રિકાએ 2 જીત મેળવી હતી. 2 શ્રેણી ડ્રો રહી છે.
સૂર્યાએ આ વર્ષે ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા
સૂર્યકુમાર યાદવ આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહ્યો છે. તે આ વર્ષે T20 ફોર્મેટમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે. બીજા નંબરે યશસ્વી જયસ્વાલ છે. તેણે 14 મેચમાં 370 રન બનાવ્યા છે. સિરીઝની બીજી મેચમાં સૂર્યાએ 56 રનની ઇનિંગ રમી હતી.
સૂર્યા ઉપરાંત રિંકુ સિંહે પણ છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 39 બોલમાં 68 રન બનાવ્યા હતા. બોલિંગ આક્રમણની વાત કરીએ તો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ટોપ પર છે.
હેન્ડ્રીક્સ અને કોત્ઝી શાનદાર ફોર્મમાં
દક્ષિણ આફ્રિકાના બેટર રીઝા હેન્ડ્રીક્સ અને બોલર ગેરાલ્ડ કોત્ઝીનું શાનદાર ફોર્મ ચાલુ છે. આ બંનેએ છેલ્લી મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેન્ડ્રિક્સે 49 રનની ઇનિંગ રમી હતી જ્યારે કોત્ઝીએ 3 વિકેટ લીધી હતી. હેન્ડ્રીક્સ યજમાન ટીમ માટે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બોલિંગમાં સૌથી વધુ વિકેટ લેનાર કોત્ઝી છે. રન બનાવવાના મામલે કેપ્ટન એડન માર્કરમ બીજા સ્થાને છે. તેણે 7 મેચમાં 214 રન બનાવ્યા છે.
વાન્ડરર્સ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
વાન્ડરર્સ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. આ પિચ પર વધુ ઉછાળો છે, જેના કારણે બોલ બેટ પર સારી રીતે આવે છે. આવી સ્થિતિમાં બેટર્સ માટે રન બનાવવાની તક રહેશે. આ પિચ પર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.
અહીં કુલ 32 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 15 મેચ જીતી છે અને બાદમાં બેટિંગ કરનાર ટીમે 17 મેચ જીતી છે.
આ મેદાન પર ટીમનો સર્વોચ્ચ સ્કોર 260 રન છે, જે શ્રીલંકાએ 2007માં કેન્યા સામે બનાવ્યો હતો. ટીમનો સૌથી ઓછો સ્કોર 83 છે જે બાંગ્લાદેશે 2007માં શ્રીલંકા સામે બનાવ્યો હતો.
હવામાન આગાહી
ગુરુવારે જોહાનિસબર્ગમાં હવામાન સંબંધિત સારા સમાચાર છે. આજે અહીં હવામાન ચોખ્ખું રહેશે, થોડા સમય માટે વાદળો રહેશે, પરંતુ વરસાદની માત્ર 3% શક્યતા છે. શરૂઆતની બંને મેચમાં વરસાદે અવરોધ ઉભો કર્યો હતો. અહીં પવનની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. તાપમાન 15થી 28 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, તિલક વર્મા, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, મેથ્યુ બ્રેત્ઝકી, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રીસ્ટન સ્ટબ્સ, માર્કો યેન્સન, એન્ડીલે ફેહલુકવાયો, ગેરાલ્ડ કોત્ઝી, તબરેઝ શમ્સી અને લિઝાદ વિલિયમ્સ.