બેંગલુરુ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી 3 મેચની શ્રેણીની બીજી ODI 4 રને જીતી લીધી છે.
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 3 વિકેટે 325 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાના રનને ચેઝ કરતા કેપ્ટન લૌરા વૂલવર્થે 135 રન બનાવ્યા હતા જ્યારે ઓલરાઉન્ડર મેરિઝન કેપે 114 રન બનાવ્યા હતા. આ બંનેની સદી છતાં દક્ષિણ આફ્રિકાનો દાવ 321 રને સમેટાઈ ગયો હતો. પ્લેયર ઑફ ધ મેચનો અવોર્ડ કેપ્ટન હરમનપ્રીત કૌરને મળ્યો હતો.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટર સ્મૃતિ મંધાનાએ દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી મેચમાં સદી ફટકારી હતી.
મંધાનાએ બુધવારે બેંગલુરુમાં રમાઈ રહેલી બીજી વન-ડેમાં 136 રનની ઈનિંગ રમી હતી. મંધાનાએ પ્રથમ વન-ડેમાં 117 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન હરમનપ્રીતે પણ આજની મેચમાં સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 326 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય ટીમે પ્રથમ વખત ઘરઆંગણે ODI ક્રિકેટમાં 300નો આંકડો પાર કર્યો છે.
સ્મૃતિ મંધાનાનું ઓલરાઉન્ડ પ્રદર્શન
મંધાનાએ 120 બોલમાં 136 રનની ઇનિંગ રમી હતી. તેણે 18 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 113 હતો. આ પછી જ્યારે સાઉથ આફ્રિકા બેટિંગ કરવા ઉતર્યું ત્યારે મંધાનાએ બોલિંગમાં પણ શ્રેષ્ઠતા બતાવી. મંધાનાએ દક્ષિણ આફ્રિકાના ટોપ ઓર્ડર બેટર સૂન લુસની વિકેટ લીધી હતી. મંધાનાના બોલ પર વિકેટકીપર રિચા ઘોષના હાથે કેચ થયો હતો. લુસ માત્ર 12 રન બનાવી શકી હતી.
સ્મૃતિ મંધાનાએ સતત બીજી સદી ફટકારી હતી.
હરમનપ્રીત કૌરે પણ સદી ફટકારી
મેચમાં 23 ઓવર પછી, ભારતનો સ્કોર 100/2 હતો અને પછી હરમનપ્રીત કૌરે મંધાના સાથે ફરી સાઉથ આફ્રિકા પર એટેક કર્યો. દક્ષિણ આફ્રિકા પણ ફિલ્ડિંગમાં બેદરકાર હતું જ્યારે તેમની બોલિંગ પણ ઘણી વખત નબળી હતી. આનો ફાયદો ઉઠાવતા હરમનપ્રીત કૌરે પણ છેલ્લી ઓવરમાં 88 બોલમાં અણનમ 103 રન ફટકારીને તેની છઠ્ઠી સદી પૂરી કરી હતી. હરમનપ્રીત સાથે રિચા ઘોષ 25 રને અણનમ રહી હતી.
દક્ષિણ આફ્રિકા વન-ડે પછી ટેસ્ટ રમશે
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ ભારતના પ્રવાસે છે. હાલમાં બંને ટીમ વચ્ચે 3 ODI મેચની સિરીઝ ચાલી રહી છે. બંને ટીમ 3 T-20 અને એક ટેસ્ટ મેચ પણ રમશે.