- Gujarati News
- Sports
- Cricket
- Indian National Anthem Mistakenly Played In Pakistan’s Lahore Gaddafi Staiudm | AUS Vs ENG Champions Trophy 2025
21 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે. આ ટુર્નામેન્ટની આજે ચોથી મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ શરૂ થતાં પહેલાં એક એવી ઘટના બની, જેનાથી પાકિસ્તાનના લોકો સ્તબ્ધ રહી ગયા.
ભૂલથી ભારતનું નેશનલ એન્થમ વગાડી દીધું વાત એમ છે કે દરેક મેચ પહેલાં બન્ને દેશોના નેશનલ એન્થમ યોજાઈ છે. આયોજકોએ ઓસ્ટ્રેલિયાના નેશનલ એન્થમની જગ્યાએ ભારતનું નેશનલ એન્થમ વગાડી દીધું હતું. સ્ટેડિયમમાં અચાનક જન..ગણ…મન વાગવા લાગ્યું. આ સાંભળીને લોકલ ફેન્સ બૂમો પાડવા લાગ્યા. આ પછી ICC અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મોટી ભૂલ સામે આવી. હવે ભારતીય ફેન્સ સોશિયલ મીડિયા પર આનો વીડિયો શેર કરીને પાકિસ્તાનની મજાક ઉડાડી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ફેન્સે મજા લીધી