સ્પોર્ટ્સ ડેસ્કએક મિનિટ પેહલા
- કૉપી લિંક
અંડર-19 મેન્સ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ મંગળવારે 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી છે. જુનિયર પસંદગી સમિતિએ ઉદય સહારનને કેપ્ટન તરીકે પસંદ કર્યa છે. આ ટુર્નામેન્ટ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી વચ્ચે સાઉથ આફ્રિકામાં 5 સ્થળોએ રમાશે, જેમાં કુલ 41 મેચ રમાશે.
પસંદગીના 15 ખેલાડીઓ ઉપરાંત 3 સ્ટેન્ડબાય ખેલાડીઓને પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, 4 વધારાના રિઝર્વ ખેલાડીઓ પણ છે. રિઝર્વ ખેલાડીઓ ટીમ સાથે દક્ષિણ આફ્રિકા નહીં જાય.
ઉદય સહારન કેપ્ટન
પંજાબના ઉદય સહારનને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. જ્યારે મધ્યપ્રદેશનો સૌમ્ય પાંડે ટીમની વાઇસ કેપ્ટન હશે. પસંદગી સમિતિએ દેશભરમાંથી પ્રતિભાઓની પસંદગી કરી છે. આમાંથી બે મહારાષ્ટ્રના અને બે હૈદરાબાદના છે. અન્ય રાજ્યોમાંથી એક-એક ખેલાડી સામેલ છે.
8 ડિસેમ્બરથી UAEમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં પણ સહારન ભારતની કેપ્ટનશિપ કરી રહ્યો છે. ટુર્નામેન્ટની ફાઈનલ 17 ડિસેમ્બરે યોજાશે.

4 ગ્રુપમાં 16 ટીમ વચ્ચે ટુર્નામેન્ટ રમાશે
આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપ નવા ફોર્મેટમાં યોજાશે. 16 ટીમ 4 ગ્રુપમાં ભાગ લેશે. ગ્રુપની ટોચની 3 ટીમ સુપર-6 માટે ક્વોલિફાય થશે. સુપર 6માં 6 ટીમના બે ગ્રુપ બનાવવામાં આવશે. બંને ગ્રુપની ટોચની બે ટીમ વચ્ચે સેમિફાઈનલ રમાશે અને ફાઇનલ મેચ બે વિજેતા દેશો વચ્ચે રમાશે.
ભારત 5 વખત ચેમ્પિયન
આ ટુર્નામેન્ટ અત્યાર સુધી 14 વખત રમાઈ છે જેમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમ ટ્રોફીને ડિફેન્ડ કરવા જશે. ભારતીય ટીમે છેલ્લો અંડર-19 વર્લ્ડ કપ 2020માં જીત્યો હતો. ભારતે સૌથી વધુ મેન્સના અંડર-19 ટાઇટલ (5) મેળવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ 3 વખત અને પાકિસ્તાને 2 વખત ટુર્નામેન્ટ જીતી છે. જ્યારે બાંગ્લાદેશ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડે એક-એક ખિતાબ જીત્યો છે. શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ જેવી ટોચની ટીમ માત્ર એક જ વાર રનર અપ બની શકી છે.

ભારતે યશ ધુલની આગેવાની હેઠળ 2022નો મેન્સ U-19 વર્લ્ડ કપ રમીને જીત્યો હતો.
U-19 વર્લ્ડ કપ માટે ભારતની U-19 ટીમ
ટીમઃ અર્શિન કુલકર્ણી (મહારાષ્ટ્ર), આદર્શ સિંહ (ઉત્તર પ્રદેશ), રૂદ્ર મયુર પટેલ (ગુજરાત), સચિન દાસ (મહારાષ્ટ્ર), પ્રિયાંશુ મોલિયા (બરોડા), મુશીર ખાન (મુંબઈ), ઉદય સહારન (કેપ્ટન) (પંજાબ) , અરવેલ્લી અવનીશ રાવ (હૈદરાબાદ), સૌમ્ય કુમાર પાંડે (વાઇસ કેપ્ટન) (મધ્યપ્રદેશ), મુરુગન અભિષેક (હૈદરાબાદ) ઇનેશ મહાજન (વિકેટકીપર) (હિમાચલ પ્રદેશ), ધનુષ ગૌડા (કર્ણાટક), આરાધ્ય શુક્લા (પંજાબ), રાજ લિંબાણી (બરોડા) ) અને નમન તિવારી (ઉત્તર પ્રદેશ)
સ્ટેન્ડબાય ખેલાડીઓ: પ્રેમ દેવકર (મુંબઈ), અંશ ગોસાઈ (સૌરાષ્ટ્ર) અને મોહમ્મદ અમન (ઉત્તર પ્રદેશ)
રિઝર્વ ખેલાડીઓઃ દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ અને કિરણ ચોરમલે.