મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
વુમન્સ સિલેક્શન કમિટીએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. ઓપનર શેફાલી વર્માને ત્રણ મેચની વન-ડે સિરીઝમાં ખરાબ ફોર્મના કારણે ટીમમાંથી બહાર કરવામાં આવી છે. ભારતીય મહિલા ટીમનો આ પ્રવાસ 5 ડિસેમ્બરથી શરૂ થશે.
હરલીન દેઓલ લગભગ એક વર્ષ બાદ ODI ટીમમાં પરત ફરી છે. રિચા ઘોષ, જે પોતાની બોર્ડની પરીક્ષાઓને કારણે ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે સિરીઝ ન રમી શકી તેને પણ ટીમમાં લાવવામાં આવી છે. 16 સભ્યોની ટીમમાં પ્રિયા પુનિયા, લેગ સ્પિનર મિન્નુ મણિ અને ફાસ્ટ બોલર ટિટસ સાધુના નામ સામેલ છે. ટીમની આગેવાની હરમનપ્રીત કૌર કરશે.
શેફાલી વર્માનું નામ ટીમમાં નથી ઓપનર શેફાલી વર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવી નથી. જેનું કારણ છેલ્લી સિરીઝમાં તેનું ખરાબ પ્રદર્શન છે. શેફાલીએ ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડેમાં 56 રન બનાવ્યા હતા. આ સિવાય ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતે ન્યૂઝીલેન્ડ સિરીઝ માટે લગભગ એ જ ટીમ પસંદ કરી છે જે ન્યૂઝીલેન્ડ સામે હોમ વન-ડે સિરીઝમાં રમતી જોવા મળી હતી.
શેફાલી વર્માએ ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝમાં 3 મેચમાં માત્ર 56 રન બનાવ્યા હતા.
હરલીન ટીમમાં પરત ફરી હરલીન દેઓલ લગભગ એક વર્ષ બાદ પ્રવાસમાં પરત ફરી છે. ઓલરાઉન્ડર હરલીને ભારત માટે તેની છેલ્લી વન-ડે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમી હતી. તેણે 10 વન-ડેમાં 207 રન બનાવ્યા છે. હરલીન તેની ફિલ્ડિંગ માટે પણ જાણીતી છે.
હરલીન દેઓલે ભારત માટે 10 વન-ડે રમી છે.
પહેલી મેચ પાંચમી ડિસેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વન-ડે શ્રેણીની પ્રથમ બે મેચ 5 અને 8 ડિસેમ્બરે બ્રિસ્બેનના એલન બોર્ડર ગ્રાઉન્ડ પર રમાશે. સિરીઝની ત્રીજી અને છેલ્લી મેચ 11 ડિસેમ્બરે પર્થમાં રમાશે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્ઝ, હરલીન દેઓલ, યાસ્તિકા ભાટિયા, તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, મીનુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, ટિટસ સાધુ, અરુંધતી રેડ્ડી, રેણુકા ઠાકુર અને સાઈમા ઠાકુર.
વિકેટકીપર રિચા ઘોષ તેની બોર્ડની પરીક્ષાઓને કારણે ન્યૂઝીલેન્ડ સામે રમી ન હતી.