અસ્તાના6 કલાક પેહલા
- કૉપી લિંક
એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલા ટીમે મોટો અપસેટ સર્જ્યો છે. ટીમે ક્વાર્ટર ફાઈનલ મેચમાં પેરિસ ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા સાઉથ કોરિયાને 3-2થી હરાવીને ટૉપ-4માં જગ્યા બનાવીને મેડલ કન્ફર્મ કર્યો હતો.
આ જીતમાં આહિકા મુખર્જીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિશ્વની 92 નંબરના ભારતીય ખેલાડીએ વિશ્વના નંબર-8 શિન યુબિન અને વિશ્વની 16 નંબરના જિયોન જીહીને હરાવ્યા હતા. ભારતીય મહિલા ટીમ બુધવારે જાપાન સામે ટકરાશે.
આ જીત સાથે, ભારતીય મહિલા ટીમે એશિયન ટેબલ ટેનિસ યુનિયન (ATTU) દ્વારા આયોજિત એશિયન ચેમ્પિયનશિપમાં તેનો પ્રથમ મેડલ મેળવ્યો. ભારતીય મહિલાઓએ 1960ની એશિયાની વર્તમાન ટેબલ ટેનિસ ફેડરેશન દ્વારા આયોજિત સિઝનમાં બ્રોન્ઝ જીત્યો હતો. એટલે કે ભારતે 64 વર્ષ બાદ ટર્નામેન્ટમાં મેડલ જીત્યો છે.
એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેતી ભારતીય મહિલા ટીમ. આ ટીમ બુધવારે સેમિફાઈનલ મેચ જાપાન સામે રમશે.
આહિકાએ 2 મેચ જીતી, આજે જાપાન સામે સેમિફાઇનલ મંગળવારે સાંજે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેચમાં અહિકા અને મનિકા બત્રાએ ભારતને 2-0ની અણધારી લીડ અપાવી હતી, પરંતુ સાઉથ કોરિયાએ સ્કોર 2-2થી બરાબર કરી દીધો હતો. આ પછી આહિકાએ જીહીને હરાવીને ભારતને જીત અપાવી.
પેરિસ ઓલિમ્પિકની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી ભારતીય મહિલા ટીમનો આહિકા ભાગ નહોતી, પરંતુ અર્ચના કામથની નિવૃત્તિ બાદ તે ટીમમાં પરત ફરી હતી. આહિકાએ આ વર્ષની શરૂઆતમાં વર્લ્ડ ટીમ ચેમ્પિયનશિપમાં વિશ્વની નંબર-1 ખેલાડી ચીનની સન યિંગાને હરાવી હતી.
મેચ પરિણામ 5 પોઈન્ટ
- આયિકાએ આઠમા ક્રમાંકિત યુબીનને 11-9, 7-11, 12-10, 7-11, 11-7થી હરાવી હતી.
- મનિકાએ જીઓન જીહીને 12-14, 13-11, 11-5, 5-11, 12-10થી હરાવી હતી.
- શ્રીજા અકુલાને લી યુન્હીના હાથે 6-11, 10-12, 8-11થી હારનો સામનો કરવો પડ્યો હતો.
- યુબિને મનિકાને 13-11, 11-4, 6-11, 7-11, 12-10થી હરાવ્યો હતો.
- આહિકાએ નિર્ણાયક મુકાબલામાં જીહીને 7-11, 11-6, 12-10, 12-10થી હરાવી હતી.
ભારતીય પુરૂષ ટીમની આજે ક્વાર્ટર ફાઈનલ ભારતીય પુરુષ ટીમ બુધવારે ક્વાર્ટર ફાઈનલ રમશે. ભારતીય ટીમ કઝાકિસ્તાન સાથે ટકરાશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.