સ્પોર્ટ્સ ડેસ્ક50 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય મહિલા ટીમ શુક્રવારે 4 ઓક્ટોબરે મહિલા T20 વર્લ્ડ કપ 2024ની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. T-20 ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ વર્લ્ડ કપમાં બંને વચ્ચે બરાબરીનો મુકાબલો જોવા મળ્યો છે. 4 મેચમાં બંનેએ 2-2 મેચ જીતી છે.
આ 4 મેચમાંથી ન્યૂઝીલેન્ડે પ્રથમ 2 મેચ જીતી હતી. જે 2009 અને 2010માં રમાઈ હતી, જેમાં 2009ની સેમિફાઈનલ પણ સામેલ હતી. જ્યારે ભારતે 2018 અને 2020માં જીત મેળવી હતી.
મહિલા T20 વર્લ્ડ કપની આ નવમી આવૃત્તિ છે. ભારતીય મહિલા ટીમ તેના પ્રથમ ખિતાબની રાહ જોઈ રહી છે. ભારતીય ટીમ ગ્રૂપ-Aમાં છે. આ ગ્રૂપમાં ભારત-ન્યૂઝીલેન્ડ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકા છે.
બંને ટીમના રસપ્રદ પેક્ટ્સ અને રેકોર્ડ પહેલા મેચની વિગતો…
પ્રથમ મેચની વિગતો…
ભારત Vs ન્યૂઝીલેન્ડ 4 ઓક્ટોબર, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ ટૉસ- સાંજે 7; મેચ શરૂ – સાંજે 7:30
ભારત પર ન્યૂઝીલેન્ડ હાવી T20 ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડની મહિલા ટીમે ભારત પર પ્રભુત્વ જમાવ્યું છે. બંને વચ્ચે 2009થી અત્યાર સુધી 13 મેચ રમાઈ છે. જેમાં ન્યૂઝીલેન્ડે 9 મેચ જીતી હતી અને ભારતે 4 મેચ જીતી હતી.
બંને વચ્ચે છેલ્લી T20 મેચ ફેબ્રુઆરી 2022માં રમાઈ હતી. જ્યારે ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી. આ એકમાત્ર મેચમાં ન્યૂઝીલેન્ડનો 18 રને વિજય થયો હતો.
સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં ભારતની સ્ટાર બેટર સ્મૃતિ મંધાના શાનદાર ફોર્મમાં છે. મંધાના આ વર્ષે T-20 ક્રિકેટમાં 495 રન સાથે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર છે. બોલિંગમાં દીપ્તિ શર્મા ટોપ પર છે.
બેટ્સ T-20 વર્લ્ડ કપ અને ઈન્ટરનેશનલ ટોપ સ્કોરર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે સુઝી બેટ્સના રૂપમાં અનુભવી ખેલાડી છે. બેટ્સ માત્ર T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન (1066) બનાવનાર બેટર નથી, પરંતુ મહિલા T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં સૌથી વધુ રન (4434) બનાવનાર ખેલાડી પણ છે. એટલું જ નહીં, બેટ્સ આ વર્ષે ન્યૂઝીલેન્ડની ટોપ સ્કોરર (316 રન) છે. આ સમયગાળા દરમિયાન અમેલિયા કેરે સૌથી વધુ 14 વિકેટ લીધી છે.
મેચનું મહત્વ આ મેચ બંને ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આ ગ્રૂપમાંથી ટૉપ-2 ટીમ સેમિફાઈનલ માટે ક્વોલિફાય કરશે, આવી સ્થિતિમાં બંને ટીમ આ મેચ જીતીને પોતાનો દાવો મજબૂત કરવા ઈચ્છશે.
પિચ રિપોર્ટ અને રેકોર્ડ્સ આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. અહીંની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. ફાસ્ટ બોલરોને પણ શરૂઆતમાં મદદ મળી શકે છે. ટૉસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય સાચો સાબિત થઈ શકે છે. આ વિકેટ પર ચેઝ કરવાનો વિકલ્પ યોગ્ય રહેશે.
આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 5 મહિલા T-20 મેચ રમાઈ છે. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 2 મેચ જીતી છે અને ચેઝ કરતી ટીમે 3 મેચ જીતી છે.
હવામાન સ્થિતિ મેચના દિવસે દુબઈમાં ખૂબ જ ગરમી રહેશે. આ દિવસે અહીં તાપમાન 30 ડિગ્રીથી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. પવનની ઝડપ 19 કિમી પ્રતિ કલાક રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), પૂજા વસ્ત્રાકર, દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રેયાંકા પાટિલ અને રેણુકા સિંહ.
ન્યૂઝીલેન્ડ: સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઇઝી ગેજ, લી તાહુહુ, મોલી પેનફોલ્ડ, એડન કાર્સન, ફ્રાન જોનાસ.