- Gujarati News
- Sports
- Cricket
- IPL 2025; GT Vs MI Gujarat Vs Mumbai In Ahmedabad Narendra Modi Stadium LIVE Score Update | Shubman Gill | Rashid Khan | Hardik Pandya | Rohit Sharma
સ્પોર્ટ્સ ડેસ્ક, અમદાવાદ41 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2025ની નવમી મેચમાં, 2022ના ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 5 વખતની વિજેતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આજે એકબીજા સામે ટકરાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. હાર્દિક પંડ્યા આ મુંબઈથી કમબેક કરશે. પ્રતિબંધને કારણે તે પહેલી મેચ રમી શક્યો ન હતો. 2022માં, હાર્દિકની કેપ્ટનશીપમાં GT ચેમ્પિયન બન્યું હતું.
આ સીઝનમાં, ગુજરાતે પોતાની પહેલી મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જ્યાં તેઓ 11 રનથી હારી ગયા હતા. તે જ સમયે, મુંબઈ ઈન્ડિયન્સને ચેન્નઈ સુપર કિંગ્સ સામે 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, બંને ટીમ આ મેચ જીતીને વર્તમાન સીઝનમાં પોતાનું ખાતું ખોલવા માંગશે.
મેચ ડિટેઇલ્સ, નવમી મેચ
GT Vs MI
તારીખ: 29 માર્ચ
સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
IPL મેચ માટે મેટ્રોનું ટાઇમિંગ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી IPL મેચ માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. GMRCએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવ્યો છે.
29 માર્ચ, 9 એપ્રિલ, 2 મે અને 14 મે અને 18 મેના રોજ યોજાનારી મેચ દરમિયાન આ વિશેષ સેવા ઉપલબ્ધ રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલતી મેટ્રો સેવા, મેચના દિવસોમાં મધ્યરાત્રિ સુધી ચાલશે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી જ સેવા ઉપલબ્ધ રહેશે. મુસાફરો ત્યાંથી મેટ્રોની બંને કોરિડોર પર કોઈપણ કાર્યરત સ્ટેશન સુધી જઈ શકશે.

મેચના દર્શકો માટે રૂ.50ની સ્પેશિયલ પેપર ટિકિટની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 10 વાગ્યા પછી માત્ર આ સ્પેશિયલ ટિકિટ જ માન્ય રહેશે. આ ટિકિટ અગાઉથી નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર સહિત 10 સ્ટેશનો પરથી ખરીદી શકાશે. મેચના દિવસોમાં દર 8 મિનિટે મેટ્રો ઉપલબ્ધ રહેશે. રાત્રે 10થી મધ્યરાત્રિ 12:30 દરમિયાન મોટેરા અને સાબરમતી સ્ટેશન પરથી દર 6 મિનિટે મેટ્રો મળશે. મોટેરા-ગાંધીનગર વચ્ચેની સેવા નિયમિત સમય મુજબ જ રહેશે.
અમદાવાદ પોલિસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા છે. જે માટે વૈકલ્પિક રસ્તો આપવામાં આવ્યો છે. જનપથથી સ્ટેડિયમ થઈને મોઢેરા ગામ તરફ જતા રસ્તો વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે.
અહીંથી મેચ રિપોર્ટ્સ વાંચો…
હેડ ટુ હેડમાં ગુજરાતનું પલડું ભારે

IPLમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધીમાં 5 વખત એકબીજા સામે ટકરાઈ છે. તેમાંથી ગુજરાતે 3 મેચ જીતી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 2 વાર જીત મેળવી છે. IPL 2024માં બંને ટીમ વચ્ચે એક મેચ રમાઈ હતી. આ મેચમાં GTએ MIને 6 રને હરાવ્યું હતું.
સાઈ સુદર્શને છેલ્લી મેચમાં 74 રન બનાવ્યા હતા

ગુજરાત માટે છેલ્લી મેચમાં સાઈ સુદર્શને 74 રન બનાવ્યા હતા. આર સાઈ કિશોરે 3 વિકેટ લીધી. જોકે, બંને પોતાની ટીમને જીત અપાવી શક્યા નહીં. ટીમમાં જોસ બટલર હોવાથી, ટૉપ ઓર્ડર ખૂબ જ મજબૂત છે. વિકેટકીપિંગનો પણ મજબૂત વિકલ્પ છે. ફિનિશિંગ લાઇન-અપમાં શેરફન રૂધરફોર્ડ, શાહરૂખ ખાન, તેવતિયા, રાશિદ અને ગ્લેન ફિલિપ્સનો સમાવેશ થાય છે.
છેલ્લી મેચમાં મુંબઈનો બેટિંગ ઓર્ડર નિષ્ફળ ગયો હતો

ચેન્નઈ સામેની મેચમાં મુંબઈ તરફથી કોઈ બેટર મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. ટીમમાં ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની હાજરીને કારણે ટૉપ ઓર્ડર ખૂબ જ મજબૂત છે. બોલ્ટ અને ચહર ગતિશીલ બોલિંગને મજબૂત બનાવી રહ્યા છે. સેન્ટનર, મુજીબ જેવા ટોચના સ્પિનરો પણ હાજર છે. તિલક વર્મા છેલ્લી મેચનો ટ\પ સ્કોરર છે. તેણે 31 રન બનાવ્યા. IPLમાં પદાર્પણ કરનાર વિગ્નેશ પુથુરે સૌથી વધુ 3 વિકેટ લીધી.
પિચ રિપોર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અત્યાર સુધીમાં અહીં 36 IPL મેચ રમાઈ ચૂકી છે. પ્રથમ બેટિંગ કરતી ટીમ 16 મેચમાં જીતી અને પીછો કરતી ટીમ 20 મેચમાં જીતી. અહીંનો સૌથી વધુ ટીમ સ્કોર 243/5 છે, જે પંજાબ કિંગ્સે આ સrઝનમાં ગુજરાત સામે બનાવ્યો હતો. પંજાબે આ મેચ 11 રનથી જીતી લીધી.
વેધર અપડેટ શનિવારે અમદાવાદમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. તડકો પણ ખૂબ જ પડશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. મેચના દિવસે અહીં તાપમાન 20 થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, રાહુલ તેવતિયા, આર. સાઈ કિશોર, અરશદ ખાન/ઈશાંત શર્મા, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર: ગ્લેન ફિલિપ્સ.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, વિલ જેક્સ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, રોબિન મિંજ (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, દીપક ચહર, મુજીબ ઉર રહેમાન, ટ્રેન્ટ બોલ્ટ. ઇમ્પેક્ટ પ્લેયર: વિગ્નેશ પુથુર.