સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન આજથી શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી મેચ કોલકાતામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રમાશે.
લીગની છેલ્લી સીઝનની ફાઈનલ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આમાં કોલકાતાએ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ત્રીજી વખત IPLનો ખિતાબ જીત્યો. દરમિયાન, બેંગલુરુ તેના પ્રથમ ટાઇટલની શોધમાં છે.
મેચ ડિટેઇલ્સ, પહેલી મેચ KKR Vs RCB તારીખ: 22 માર્ચ સ્ટેડિયમ: ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ, કોલકાતા સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
કોલકાતા હેડ ટુ હેડમાં આગળ હેડ ટુ હેડ મેચમાં કોલકાતા બેંગલુરુ કરતાં આગળ છે. બંને વચ્ચે 35 IPL મેચ રમાઈ છે. કોલકાતાએ 21 અને બેંગલુરુએ 14 જીત મેળવી. બંને ટીમ ઇડન ગાર્ડન્સ પર 12 વખત ટકરાઈ છે, જેમાં KKR 8 વખત જીત્યું છે અને RCB ફક્ત 4 વખત જીત્યું છે.

કોલકાતામાં વર્લ્ડ ક્લાસ ઓલરાઉન્ડરો શ્રેયસ અય્યરની વિદાય બાદ, કોલકાતાની કમાન અનુભવી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. ઓલરાઉન્ડરોમાં આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ અને વેંકટેશ અય્યરનો સમાવેશ થાય છે. ટીમમાં વરુણ ચક્રવર્તી, સ્પેન્સર જોહ્ન્સન, વૈભવ અરોરા અને હર્ષિત રાણા જેવા સારા બોલર્સ પણ છે.

બેંગલુરુ પાસે હેઝલવુડ અને ભુવનેશ્વર જેવા મેચ વિનર્સ બેંગલુરુને IPLમાં ઘણીવાર તેના બોલર્સ સામે સંઘર્ષ કરવો પડ્યો છે, પરંતુ ટીમે આ સિઝન માટે જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા મેચ વિનર્સ ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. જોકે, ટીમમાં મેચ વિનર સ્પિનરનો અભાવ છે. જેમાં કૃણાલ પંડ્યા ટીમનો સૌથી અનુભવી સ્પિનર છે. ફ્રેન્ચાઇઝીએ IPL 2025 માટે રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

પિચ રિપોર્ટ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 93 IPL મેચ રમાઈ ચૂકી છે. અહીં પહેલા બેટિંગ કરતી ટીમે 38 મેચ જીતી છે અને ચેઝ કરતી ટીમે 55 મેચ જીતી છે. આ સ્ટેડિયમમાં સૌથી વધુ ટીમ સ્કોર 262/2 છે, જે ગયા વર્ષે પંજાબ કિંગ્સે કોલકાતા સામે બનાવ્યો હતો.

21 માર્ચની રાત્રે વરસાદને કારણે ઇડન ગાર્ડન્સનું મેદાન કવરથી ઢંકાયેલું હતું.
વેધર રિપોર્ટ 22 માર્ચે કોલકાતામાં હવામાન સારું નહીં હોય. કેટલાક વિસ્તારોમાં સવારે ક્યારેક ક્યારેક વરસાદ પડવાની શક્યતા છે. દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા 74% છે. આ દિવસે અહીં તાપમાન 21 થી 28 ડિગ્રીની વચ્ચે રહેવાની ધારણા છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી/મનીષ પાંડે, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, સ્પેન્સર જોહ્ન્સન, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ અને સુયશ શર્મા.
મેચ ક્યાં જોઈ શકો છો? મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે. ટીવી પર પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક અને નેટવર્ક 18 ચેનલો પર પણ કરવામાં આવશે.