સ્પોર્ટ્સ ડેસ્ક13 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝનમાં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પહેલી મેચમાં, લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે મુકાબલો થશે. આ મેચ લખનઉના એકાના સ્ટેડિયમ ખાતે બપોરે 3:30 વાગ્યે રમાશે.
બંને ટીમે પોતપોતાની પાછલી મેચ જીતી છે અને તેઓ પોતાનો લય જાળવી રાખવા માંગશે. આ સીઝનમાં, ગુજરાતની ટીમ સતત 5 માંથી 4 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. લખનઉએ 5માંથી 3 મેચ જીતી છે અને 2 હારનો સામનો કરવો પડ્યો છે.
તે જ સમયે, દિવસની બીજી મેચમાં, હૈદરાબાદ સનરાઇઝર્સ (SRH)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સાથે થશે.
પહેલી મેચનો પ્રીવ્યૂ…
મેચ ડિટેઇલ્સ, 26મી મેચ LSG Vs GT તારીખ: 12 એપ્રિલ સ્ટેડિયમ: ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનઉ સમય: ટૉસ – બપોરે 3:00 વાગ્યે, મેચ શરૂ – બપોરે 3:30 વાગ્યે
ગુજરાતે લખનઉ સામે 5માંથી 4 મેચ જીતી

લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 5 મેચ રમાઈ છે. ગુજરાતે પહેલી ચાર મેચ જીતી લીધી છે. ગયા વર્ષે લખનઉએ તેના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી મેચ જીતી હતી.
ઓરેન્જ કેપ રેસમાં પૂરન ટોચ પર

લખનઉ ટીમની બેટિંગ શાનદાર છે. ગુજરાત સામેની પ્લેઇંગ-11માં લખનઉની ટીમ કોઈ ફેરફાર કરે તેવી શક્યતા ઓછી છે. લખનઉની બેટિંગમાં નિકોલસ પૂરન, મિચેલ માર્શ અને એડન માર્કરમ સારા ફોર્મમાં છે. પૂરન હાલમાં ઓરેન્જ કેપ રેસમાં આગળ છે. શાર્દૂલ ઠાકુર, જેને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો હતો, તે લખનઉનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 5 મેચમાં કુલ 9 વિકેટ લીધી છે.
સાઈ સુદર્શન GTનો ટૉપ સ્કોરર

ગુજરાત ટાઇટન્સના બેટર સાઈ સુદર્શન ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં કુલ 273 રન બનાવ્યા છે. સુદર્શને આ સીઝનમાં અત્યાર સુધીમાં 3 અડધી સદી ફટકારી છે. બોલરોમાં સાઈ કિશોર ટોચ પર છે. તેણે 5 મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. તેણે પંજાબ કિંગ્સ સામે 30 રન આપીને 3 વિકેટ લીધી.
પિચ રિપોર્ટ લખનઉના એકાના સ્ટેડિયમની પિચ બોલિંગ માટે અનુકૂળ છે. સ્પિનરોને અહીં વધુ મદદ મળે છે. અહીં લો સ્કોરિંગવાળી મેચ જોવા મળી છે. આ સ્ટેડિયમમાં કુલ 16 IPL મેચ રમાઈ હતી. પહેલા બેટિંગ કરનારી ટીમે 8 મેચ જીતી અને પહેલા બોલિંગ કરનારી ટીમે પણ 7 મેચ જીતી. 1 મેચ પણ રદ થઈ હતી. મેદાન પર સૌથી વધુ ટીમ સ્કોર 235/6 છે, જે ગયા વર્ષે લખનઉ સુપર જાયન્ટ્સ સામે કોલકાતા નાઈટ રાઈડર્સે બનાવ્યો હતો.
વેધર અપડેટ આજે લખનઉમાં વાદળો સાથે તડકો પણ રહેશે. વરસાદની શક્યતા 25% છે. તાપમાન 23 થી 36 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની ધારણા છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), મિચેલ માર્શ, એડન માર્કરમ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દૂલ ઠાકુર, દિગ્વેશ રાઠી, આવેશ ખાન, આકાશ દીપ, રવિ બિશ્નોઈ.
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ઈશાંત શર્મા, શેરફેન રધરફોર્ડ.