- Gujarati News
- Sports
- Cricket
- IPL 2025; PBKS Vs KKR LIVE Score Update; Shreyas Iyer | Yuzvendra Chahal | Ajinkya Rahane | Sunil Narine
સ્પોર્ટ્સ ડેસ્ક27 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL-2025ની 31મી મેચમાં આજે પંજાબ કિંગ્સ (PBKS)નો સામનો કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે થશે. મેચ મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. PBKS અને KKRનો આ સીઝનમાં પ્રથમ વાર સામનો થશે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાની આ સીઝનની સાતમી મેચ હશે. ટીમે 6માંથી 3 જીત અને 3 હાર મેળવી છે. બીજી તરફ પંજાબની છઠ્ઠી મેચ હશે. ટીમે 5માંથી 3 મેચ જીતી છે, જ્યારે 2માં હારનો સામનો કરવો પડ્યો છે.
મેચ ડિટેઇલ્સ, 31મી મેચ PBKS Vs KKR તારીખ- 15 એપ્રિલ સ્ટેડિયમ- મહારાજા યાદવેન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, મુલ્લાનપુર સમય: ટૉસ- સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂઆત – સાંજે 7:30 વાગ્યે
હેડ ટુ હેડમાં કોલકાતા આગળ

કોલકાતા હેડ ટુ હેડમાં પંજાબ પર ભારે પડે છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 33 IPL મેચ રમાઈ છે. 21માં કોલકાતા અને 12માં પંજાબને જીત મળી છે. પંજાબ અને કોલકાતા વચ્ચેની છેલ્લી 5 મેચમાં 3 જીત સાથે પંજાબ થોડી આગળ છે. જ્યારે કોલકાતાએ માત્ર બે વખત જીત મેળવી છે.
શ્રેયસ અય્યર PBKSનો ટૉપ સ્કોરર

પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 5 મેચમાં કુલ 250 રન બનાવ્યા છે. સીઝનની પહેલી મેચમાં તેણે ગુજરાત ટાઈટન્સ સામે 42 બોલમાં અણનમ 97 રનની ઇનિંગ્સ રમી હતી. જ્યારે બોલિંગમાં અર્શદીપ સિંહ ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી છે. તેણે 5 મેચમાં 7 વિકેટ લીધી છે.
વરુણ ચક્રવર્તી KKRનો ટૉપ વિકેટ ટેકર

કેપ્ટન અજિંક્ય રહાણે KKRનો ટૉપ સ્કોરર છે. તેણે 6 મેચમાં કુલ 204 રન બનાવ્યા છે. તેણે તેની પહેલી મેચમાં RCB સામે 31 બોલમાં 56 રનની ઇનિંગ્સ રમી હતી. બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ 6 મેચમાં 8 વિકેટ ઝડપી છે. તે KKRનો ટૉપ વિકેટ ટેકર છે.
પિચ રિપોર્ટ મહારાજા યાદવેન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટર્સ માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. અહીં અત્યાર સુધીમાં IPLની 7 મેચ રમાઈ છે. 4 મેચમાં પ્રથમ ઇનિંગ્સમાં બેટિંગ કરનાર ટીમ અને 3માં પ્રથમ ચેઝ કરનાર ટીમને જીત મળી છે. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 219/6 છે, જે પંજાબે છેલ્લી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે બનાવ્યો હતો.
વેધર કંડિશન મંગળવારે મુલ્લાનપુરનું વાતાવરણ ખૂબ ગરમ રહેશે. અહીં આજે ખૂબ તેજ તડકો રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. તાપમાન 24થી 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે. પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, સૂર્યાંશ શેડગે, માર્કો યાન્સેન, જેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, નેહલ વાઢેરા.
કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી.