- Gujarati News
- Sports
- Cricket
- IPL 2025; RR Vs KKR LIVE Score Update Barsapara Cricket Stadium Guwahati; Riyan Parag |Yashasvi Jaiswal | Ajinkya Rahane | Sunil Narine
સ્પોર્ટ્સ ડેસ્ક6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની છઠ્ઠી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે ટકરાશે. આ મેચ રાજસ્થાનના બીજા હોમગ્રાઉન્ડ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે રમાશે.
બંને ટીમ માટે આ સીઝનની બીજી મેચ હશે. કોલકાતાને પોતાની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે અને રાજસ્થાનને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ ડિટેઇલ્સ, છઠ્ઠી મેચ RR Vs KKR તારીખ: 26 માર્ચ સ્ટેડિયમ: બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી સમય: ટૉસ – સાંજે 7:00 વાગ્યે, મેચ શરૂ – સાંજે 7:30 વાગ્યે
હેડ ટુ હેડ રેકોર્ડમાં બન્ને બરાબરી પર રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPLમાં અત્યાર સુધીમાં 30 મેચ રમાઈ છે. રાજસ્થાને 14 મેચ જીતી અને કોલકાતાએ 14 મેચ જીતી. જ્યારે એક મેચ અનિર્ણિત રહી અને એક વરસાદને કારણે રદ કરવામાં આવી. બંને ટીમ ગુવાહાટીમાં બીજી વખત એકબીજાનો સામનો કરશે.

હૈદરાબાદ સામે સેમસન-જુરાલે ફિફ્ટી ફટકારી હતી RRના ટોપ ઓર્ડરમાં સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગનો અનુભવ છે. સેમસન અને ધ્રુવ જુરેલે છેલ્લી મેચમાં હૈદરાબાદ સામે અડધી સદી ફટકારી હતી. જુરેલે 70 અને સેમસનએ 66 રન બનાવ્યા. નીતિશ રાણા અને શુભમ દુબે બેટિંગને વધુ મજબૂત બનાવી રહ્યા છે. બોલિંગમાં તુષાર દેશપાંડેએ 4 વિકેટ અને મહિશ થિક્સાનાએ 2 વિકેટ લીધી.

કેપ્ટન રહાણેએ બેંગલુરુ સામે 56 રનની ઇનિંગ રમી કોલકાતા પાસે 4 થી 7 નંબર સુધીના વર્લ્ડ ક્લાસ ફિનિશર્સ છે. બેંગલુરુ સામેની છેલ્લી મેચમાં, કેપ્ટન અજિંક્ય રહાણેએ ટીમ માટે 56 રનની ઇનિંગ રમી હતી. જ્યારે, સુનીલ નારાયણે 44 રન બનાવ્યા હતા. ચક્રવર્તી, હર્ષિત અને વૈભવ અરોરા બોલિંગને મજબૂત બનાવી રહ્યા છે.

પિચ રિપોર્ટ ગુવાહાટીના બારસાપરા ક્રિકેટ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે. અત્યાર સુધી અહીં હાઇ સ્કોરિંગ મેચ જોવા મળી છે. અત્યાર સુધીમાં અહીં 4 IPL મેચ રમાઈ ચૂકી છે. બે ઇનિંગ્સમાં, પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી ગઈ. એક મેચ ચેઝ કરતી ટીમ જીતી ગઈ. એક મેચ અનિર્ણિત રહી. અહીં સૌથી વધુ ટીમ સ્કોર 199/4 છે, જે રાજસ્થાને 2023ની સીઝનમાં દિલ્હી કેપિટલ્સ સામે બનાવ્યો હતો.
વેધર રિપોર્ટ મેચના દિવસે ગુવાહાટીમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. દિવસભર તડકો રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. બુધવારે અહીં તાપમાન 22 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 રાજસ્થાન રોયલ્સ (RR): રિયાન પરાગ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા અને ફઝલહક ફારૂકી.
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ વક્રાવર્તી, સ્પેન્સર જોહ્ન્સન.
મેચ ક્યાં જોઈ શકો છો? મેચનું લાઈવ સ્ટ્રીમિંગ JioHotstar એપ અને વેબસાઇટ પર થશે. ટીવી પર પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને નેટવર્ક 18 ચેનલો પર પણ કરવામાં આવશે.