મુંબઈએક કલાક પેહલા
- કૉપી લિંક
- 2008માં શરૂ થયા પછીથી આઇપીએલનું વેલ્યુએશન 433% વધ્યું
આઇપીએલની બ્રાન્ડ વેલ્યુ વધીને રૂ. 89,259 કરોડથી વધી ગઈ છે. મુંબઈ ઇન્ડિયન્સ 725 કરોડ સાથે સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી છે. બ્રાન્ડ ફાઇનાન્સના અહેવાલ પ્રમાણે 2023 પછી આઇપીએલની વેલ્યુ 28% વધી છે. 2008માં લોન્ચ થયા પછી તેમાં 433%નો વધારો થયો છે. આ કારણે સ્ટેડિયમમાં પ્રેક્ષકોની વધતી સંખ્યા, નેટ અને અન્ય માધ્યમો પર વધુ માગ અને મીડિયાની ભાગીદારી છે.
- ગુજરાત ટાઇટન્સને સૌથી વધુ ફાયદો. 8માથી 5મા ક્રમે આવી. બ્રાન્ડ વેલ્યુ 1 વર્ષમાં 38% વધી.
- લખનઉ સુપરજાયન્ટ્સ સૌથી ઝડપથી વધી રહેલી બ્રાન્ડ છે. 1 વર્ષમાં 48% વેલ્યુ વધી.
IPL ટીમોની બ્રાન્ડ વેલ્યુ : (કરોડ રૂપિયામાં) 1. મુંબઈ ઇન્ડિયન્સ 725 2. ચેન્નાઈ સુપર કિંગ્સ 675 3. કેકેઆર 655 4. આરસીબી 582 5. ગુજરાત ટાઇટન્સ 545 6. દિલ્હી કૅપિટલ્સ 534 7. રાજસ્થાન રૉયલ્સ 521 8. સનરાઇઝર્સ હૈદરાબાદ 402 9. લખનઉ સુપર જાયન્ટ્સ 392 10. પંજાબ કિંગ્સ 377