18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના ઓપનર યશસ્વી જયસ્વાલને T20 બેટિંગ રેન્કિંગમાં ચાર સ્થાનનો ફાયદો થયો છે અને તે છઠ્ઠા નંબર પર આવી ગયો છે. જ્યારે, સૂર્યકુમાર બીજા સ્થાને યથાવત છે. ઋતુરાજને એક સ્થાનનું નુકસાન થયું છે અને તે આઠમા સ્થાને સરકી ગયો છે. T20ની ટોપ-10 બોલિંગ રેન્કિંગમાં કોઈ ભારતીય નથી. અક્ષર ચાર સ્થાન ગુમાવીને 13માં સ્થાને સરકી ગયો છે.
યશસ્વીએ ઝિમ્બાબ્વે પ્રવાસમાં 141 રન બનાવ્યા
યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઝિમ્બાબ્વે પ્રવાસ પર 5 T20 મેચની શ્રેણીમાં 3 મેચમાં 70.50ની સરેરાશથી 141 રન બનાવ્યા હતા. તેણે 1 અડધી સદી ફટકારી હતી. હવે તે ચાર સ્થાને ચઢીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. T-20માં નંબર 1 બેટર ટ્રેવિસ હેડ છે અને બીજા સ્થાને સૂર્યકુમાર યાદવ છે.
ઝિમ્બાબ્વે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળનાર શુભમન ગિલ સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તે સિરીઝનો ટોપ સ્કોરર હતો. તેણે 5 મેચમાં 42.50ની એવરેજથી 170 રન બનાવ્યા છે. જેનો ફાયદો તેને ICC T-20 રેન્કિંગમાં મળ્યો છે. તે 36 સ્થાન ચઢીને 37માં સ્થાને પહોંચી ગયો છે.
મુકેશ અને સુંદરને પણ ફાયદો થયો
ઝિમ્બાબ્વેનો ઝડપી બોલર બ્લેસિંગ મુઝારાબાની T20માં બોલરોની રેન્કિંગમાં 11 સ્થાનનો સુધારો કરીને 44માં સ્થાને પહોંચી ગયો છે. જ્યારે વોશિંગ્ટન સુંદર 46મા સ્થાને અને મુકેશ કુમાર 73મા સ્થાને છે. ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં મુકેશ કુમાર ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 3 મેચમાં 9.37ની ઈકોનોમી સાથે 8 વિકેટ ઝડપી હતી. જ્યારે વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયાનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 3 મેચમાં 13.83ની ઈકોનોમીથી 8 વિકેટ ઝડપી હતી.
ઇંગ્લેન્ડનો સ્પિનર આદિલ રાશિદ વિશ્વનો ટોપ T20 બોલર યથાવત છે. ઝિમ્બાબ્વેનો કેપ્ટન સિકંદર રઝા ઓલરાઉન્ડર રેન્કિંગમાં એક સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.