બેંગલુરુ1 કલાક પેહલા
- કૉપી લિંક
BCCI ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સમયસર ફિટ કરાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમીમાં 3 એક્સપર્ટ્સની ટીમ બુમરાહની ફિટનેસ પર સતત કામ કરી રહી છે.
બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, ‘સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ રજનીકાંત શિવજ્ઞાનમ, ફિઝિયો તુલસી રામ યુવરાજ સ્પોર્ટ્સ સાયન્સના હેડ ડૉ. નીતિન પટેલ સાથે બુમરાહના રિહેબ પર કામ કરી રહ્યા છે. પટેલ પોતે આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. નેશનલ ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સોહમ દેસાઈ અને ફિઝિયો કમલેશ જૈનને પણ આ અંગે જાણ કરવામાં આવી રહી છે.
ICC એ ટીમમાં ફેરફાર માટે 11 ફેબ્રુઆરી છેલ્લી તારીખ નક્કી કરી છે. આ પહેલા, બધા બોર્ડે તેમની અંતિમ ટીમ મોકલવાની રહેશે. ભારતીય પસંદગીકારોએ બુમરાહ રમશે કે નહીં તે અંગે પણ નિર્ણય લેવાનો છે, જે તેની ફિટનેસ પર આધાર રાખે છે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/20251737182720_1739263788.jpg)
જો 1% તક હોય તો પણ, BCCI રાહ જોશે એક સૂત્રએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, જો બુમરાહના ફિટ થવાની 1 ટકા પણ શક્યતા હોય, તો BCCI રાહ જોઈ શકે છે. બોર્ડે 2023ના ODI વર્લ્ડ કપ માટે હાર્દિક પંડ્યા સાથે પણ આવું જ કર્યું કારણ કે તેઓએ પ્રસિદ્ધ ક્રિષ્નાને રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કરતા પહેલા લગભગ બે અઠવાડિયા રાહ જોઈ.ઈ.
18 જાન્યુઆરીએ ભારતીય ટીમની જાહેરાત થઈ, ઈજાગ્રસ્ત બુમરાહને પણ મળ્યું સ્થાન ભારતની પસંદગી સમિતિએ 18 જાન્યુઆરીના રોજ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત કરી. ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પસંદગી સમિતિએ બુમરાહના બેકઅપ તરીકે અર્શદીપ સિંહને રાખ્યો હતો.
જો બુમરાહ સમયસર ફિટ ન થઈ શકે તો BCCI સીધા જ તેના સ્થાને હર્ષિત રાણાનું નામ આપી શકે છે. ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે બુમરાહની છેલ્લી ક્ષણ સુધી રાહ જોશે.
![](https://images.bhaskarassets.com/web2images/960/2025/02/11/icc-champion-indian_1739263894.jpg)
ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો બુમરાહ ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તેને પીઠની તકલીફ હતી. આ કારણે, તેને ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે પણ આરામ આપ્યો હતો. જોકે, 12 જાન્યુઆરીએ અમદાવાદમાં યોજાનારી ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વન-ડે માટે તેની પસંદગી કરી છે.
![ગયા મહિને પૂરા થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન બુમરાહ ઘાયલ થયો હતો.](https://images.bhaskarassets.com/web2images/521/2025/02/07/image-2025-02-03t150427047-1_1738923201.png)
ગયા મહિને પૂરા થયેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસની છેલ્લી મેચ દરમિયાન બુમરાહ ઘાયલ થયો હતો.