- Gujarati News
- Sports
- Cricket
- Jasprit Bumrah; IND Vs AUS Fifth Test Day 3 In Sydney Cricket Ground (SCG) | Sam Konstas | Rohit Sharma| Virat Kohli | Pat Cummins | Ravindra Jadeja |Mohammed Siraj | Rishabh Pant
સ્પોર્ટ્સ ડેસ્ક42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ (SCG)માં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયા કરતા 145 રનથી આગળ છે. ગઈકાલે મેચના બીજા દિવસે સ્ટમ્પ્સના સમયે ભારતીય ટીમનો સ્કોર 141/6 હતો. રવીન્દ્ર જાડેજા 8 રને અને વોશિંગ્ટન સુંદર 6 રને અણનમ પરત ફર્યા છે.
ઓસ્ટ્રેલિયા પહેલી ઇનિંગમાં 181 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેની પહેલાં ભારતીય ટીમ તેમની પહેલી ઇનિંગમાં 185 રનમાં ઓલઆઉટ થઈ હતી. આમ ભારતને પ્રથમ દાવમાં 4 રનની લીડ મળી હતી.
રિષભ પંતની T20 સ્ટાઈલમાં બેટિંગ 78 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ રિષભ પંતે ભારતીય ઇનિંગની કમાન સંભાળી હતી. પંતે માત્ર 29 બોલમાં ચોગ્ગા-છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. પેટ કમિન્સે પંતની તોફાની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. ઓફ-સ્ટમ્પની બહારને પંત કટ શોટ રમવા ગયો, જેમાં તે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે કેચઆઉટ થયો હતો. પંતે 33 બોલમાં 6 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહ હાલમાં આ મેચમાં મેદાનની બહાર છે. તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે દિવસના અંત પહેલાં તે ફરી પરત ફર્યો છે. ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગમાં ભારતીય કેપ્ટન જસપ્રીત બુમરાહની જગ્યાએ વિરાટ કોહલીએ કમાન સંભાળી હતી.
મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમ ભારત (IND): જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટન્સ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, બ્યુ વેબસ્ટર, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.