7 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરસાદના કારણે ડ્રો તરફ જઈ રહેલી કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઉત્સાહ વધાર્યો છે. મેચના ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં ઓલઆઉટ કરી દીધો હતો. આ પછી T20 સ્ટાઈલમાં બેટિંગ કરીને માત્ર 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવ્યા. અહીં કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી હતી. આ પછી દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે પણ બે વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર 26/2 છે. રવિચંદ્રન અશ્વિને બંને વિકેટ લીધી હતી.
આવતીકાલે મેચનો છેલ્લો દિવસ છે. ભારત પાસે હજુ 26 રનની લીડ છે. હવે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશની બીજી ઇનિંગને વહેલી તકે સમેટી લેવાનો પ્રયાસ કરશે, જેથી તેને મેચ જીતવા માટે ઓછામાં ઓછા રનના ટાર્ગેટ ચેઝ કરવો પડે.
વરસાદના કારણે આ ટેસ્ટ મેચના પહેલા દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. બીજા અને ત્રીજા દિવસે એક પણ બોલ ફેંકી શકાયો નહોતો. આ કારણે મેચ લગભગ ડ્રો માનવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય ટીમે ચોથા દિવસે મેચનું સમગ્ર ચિત્ર બદલી નાખ્યું.
યશસ્વી અને રાહુલની ફિફ્ટી ભારતની ઇનિંગમાં મહત્ત્વની ઈનિંગ્સ યશસ્વી જયસ્વાલે 72 (51 બોલ), રોહિત શર્મા 23 (11 બોલ), શુભમન ગિલ 39 (36 બોલ), વિરાટ કોહલી 47 (35 બોલ) અને કેએલ રાહુલ 68 (43 બોલ) રમ્યા હતા. ભારતે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 50, 100, 150 અને 200 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
લાઈવ અપડેટ્સ
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટીમ હર્ડલ
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
છેલ્લા દિવસનો પિચ રિપોર્ટ
મેચના પાંચમા દિવસે કાનપુરની પિચ સ્પિન માટે વધુ મદદગાર સાબિત થઈ શકે છે. પેસરોને પણ મદદ મળશે. પ્રથમ કેટલીક ઓવરોમાં સ્વિંગ મળશે, તેથી બુમરાહ, સિરાજ અને આકાશ દીપ પાસેથી વિકેટની અપેક્ષા છે.
34 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિનેશ કાર્તિકે લખ્યું- બ્લોકબસ્ટર દિવસની આશા
35 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેસ્ટમાં આવ્યો ટ્વિસ્ટ, ભારતની જીતની આશા વધી
વરસાદના કારણે ડ્રો તરફ જઈ રહેલી કાનપુર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ ઉત્સાહ વધાર્યો છે. મેચના ચોથા દિવસે ભારતે બાંગ્લાદેશનો પ્રથમ દાવ 233 રનમાં ઓલઆઉટ કરી દીધો હતો. આ પછી T20 સ્ટાઈલમાં બેટિંગ કરીને માત્ર 34.4 ઓવરમાં 9 વિકેટે 285 રન બનાવ્યા. અહીં કેપ્ટન રોહિત શર્માએ ઇનિંગ ડિકલેર કરી હતી. આ પછી દિવસની રમતના અંત સુધીમાં બાંગ્લાદેશે પણ બે વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશનો સ્કોર 26/2 છે. રવિચંદ્રન અશ્વિને બંને વિકેટ લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…
38 મિનિટ પેહલા
- કૉપી લિંક
ત્રીજા દિવસની રમત પણ રદ થઈ હતી
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરસાદના કારણે બીજા દિવસની રમત રદ
ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. કાનપુરમાં શનિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. રવિવાર, 29 સપ્ટેમ્બરે પણ અહીં વરસાદની 59% શક્યતા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
39 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રથમ દિવસની રમત- વરસાદના કારણે માત્ર 35 ઓવરની જ રમત શક્ય બની
ભારત સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા છે. શુક્રવારે મેચના પહેલા દિવસે કાનપુરમાં ભારે વરસાદને કારણે રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. સામાન્ય રીતે એક દિવસમાં 90 ઓવર નાખવામાં આવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
ખરાબ લાઇટને કારણે રમત બંધ થયા બાદ કાનપુરમાં વરસાદ શરૂ થયો હતો. આ પછી પ્રથમ દિવસની રમત અહીં પૂરી થઈ.