સ્પોર્ટ્સ ડેસ્ક14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ભવ્ય સ્વાગતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. બુમરાહે ચેન્નઈના સત્યભામા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ચાહકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. ભારતીય ક્રિકેટર જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ બાદ બ્રેક લીધો છે.
સત્યભામા ઈન્સ્ટીટ્યુટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ચાહકોએ બુમરાહનું ભવ્ય સ્વાગત કર્યું. બુમરાહનું મહારાજાની જેમ તાજ અને ફૂલોની માળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં બુમરાહનું ફૂલોના હારથી સ્વાગત કર્યું હતું.
ફ્રેશર્સ ડે સેલિબ્રેશન માટે કોલેજ પહોંચ્યો
સત્યભામા ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ જસપ્રીત બુમરાહને ફ્રેશર્સ ડેની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન તેનું ત્યાં ભવ્ય સ્વાગત કર્યું હતું. જેનો વીડિયો જસપ્રીત બુમરાહે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તેણે કેપ્શન લખ્યું , “ચાહકોની ઉર્જા અને ઉત્સાહએ તેને એક અવિસ્મરણીય અનુભવ બનાવ્યો.”
ઉજવણી દરમિયાન, બુમરાહનું તેના ગળામાં ફૂલોની મોટી માળા સાથે સ્વાગત કર્યું હતું. તેણે મહારાજની જેમ એન્ટ્રી કરી હતી. બુમરાહ સ્ટેજ પર પહોંચતા જ તેને તાજ પહેરાવવામાં આવ્યો હતો, હજારો ચાહકો તેના ક્રિકેટરની એક ઝલક જોવા માટે પહોંચ્યા હતા.
બુમરાહની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ.
જસપ્રીત ક્રિકેટ બ્રેકની મજા માણી રહ્યો છે
જસપ્રીત બુમરાહે તેની છેલ્લી મેચ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં રમી હતી. ત્યારથી તે ક્રિકેટ બ્રેક પર છે. તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં કમબેક કરી શકે છે. રિપોર્ટ અનુસાર, બુમરાહ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝથી ફરી ક્રિકેટ મેદાનમાં જોવા મળશે. બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કર્યો હતો. જસપ્રીતે વર્લ્ડ કપની 8 મેચમાં 4.17ની ઇકોનોમી સાથે 15 વિકેટ લીધી હતી.