મુંબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
ન્યુઝીલેન્ડનો બેટર કેન વિલિયમસન ભારત સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચમાં પણ નહીં રમે. વિલિયમસન હેમસ્ટ્રિંગની ઈજાથી રિહેબ હેઠળ છે. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ બે મેચ જીતીને 2-0ની લીડ મેળવીને શ્રેણી પર કબજો કરી લીધો છે.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ વતી માહિતી આપતાં કહેવામાં આવ્યું હતું કે વિલિયમસન મુંબઈમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ભાગ લેશે નહીં.
ન્યૂઝીલેન્ડ પ્રથમ બે ટેસ્ટ મેચમાં સિરીઝમાં 2-0થી આગળ છે અને તેમણે સિરીઝ જીતી લીધી છે.
આવતા મહિને ઇંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાંથી પરત ફરશે વિલિયમસન ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાંથી પરત ફરી શકે છે. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે 28 નવેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે.
ન્યૂઝીલેન્ડના હેડ કોચ ગેરી સ્ટેડે કહ્યું કે વિલિયમસન સ્વસ્થ થઈ રહ્યો છે, પરંતુ હજુ અમારી સાથે જોડાવા તૈયાર નથી. અમારું માનવું છે કે તેના માટે શ્રેષ્ઠ પગલું ન્યૂઝીલેન્ડમાં રહેવું અને તેના કિહેબના અંતિમ ભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવું છે જેથી તે ઇંગ્લેન્ડ શ્રેણી માટે ફિટ થઈ શકે. કોચે વધુમાં કહ્યું કે ઇંગ્લેન્ડ શ્રેણીમાં હજુ એક મહિનો બાકી છે. આવી સ્થિતિમાં તેને સાજા થવા માટે પૂરતો સમય મળશે.
વિલિયમસન તાજેતરમાં શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે રિહેબ માટે ન્યૂઝીલેન્ડ પરત ફર્યો હતો. ટીમને આશા હતી કે તે ભારત સામેની ટેસ્ટ સિરીઝમાં કમબેક કરશે.
વિલિયમસને ભારતમાં 33.53ની એવરેજથી રન બનાવ્યા છે રન વિલિયમસને ભારતમાં રમાયેલી 8 ટેસ્ટ મેચમાં 33.53ની એવરેજથી રન બનાવ્યા છે. સ્પિન બોલરો સામે તેને સારો બેટર માનવામાં આવે છે.
ન્યૂઝીલેન્ડે 69 વર્ષમાં પ્રથમ વખત ભારતીય ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી ન્યૂઝીલેન્ડે 69 વર્ષમાં પ્રથમ વખત ભારતની ધરતી પર ભારતથી ટેસ્ટ શ્રેણી જીતી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 1955માં રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે પહેલા બેંગલુરુ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવીને 36 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી લીધી છે. અને પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતનો 113 રને પરાજય થયો હતો.