4 કલાક પેહલા
- કૉપી લિંક
T20 વર્લ્ડ કપ 2024માં સુપર-8માં જગ્યા ન મેળવી શકનાર ન્યૂઝીલેન્ડ ટીમના કેપ્ટન કેએન વિલિયમસને T20 અને વન-ડેની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. આ સાથે તેણે બોર્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટને પણ છોડી દીધો છે.
જો કે, તે ત્રણેય ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડ માટે રમવાનું ચાલુ રાખશે. કેન વિલિયમસને મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે ઉનાળાની સિઝનમાં વિદેશી લીગમાં રમવાની તક શોધી રહ્યો છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સ્વીકારી શકતો નથી. તે પોતાના પરિવારને સમય આપવા માગે છે.
વિલિયમસને વધુમાં કહ્યું કે ન્યૂઝીલેન્ડ માટે રમવું તેના માટે મોટી વાત છે. તે ત્રણેય ફોર્મેટમાં ટીમ માટે રમવાનું ચાલુ રાખશે.
ન્યૂઝીલેન્ડ હજુ સુધી T-20 અને ODI વર્લ્ડ કપ જીતી શક્યું નથી
ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા ત્રણ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી હતી અને 2021માં ફાઈનલ પણ રમી હતી. જો કે, ન્યૂઝીલેન્ડ હજુ સુધી એક પણ T20 અને ODI ખિતાબ જીતી શક્યું નથી.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર અન્ય એક ક્રિકેટર લોકી ફર્ગ્યુસને પણ નેશનલ કોન્ટ્રાક્ટ લેવાનો ઇનકાર કરી દીધો છે.

T20માં સૌથી વધુ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ કરી
કેન વિલિયમસને 40 ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમની કેપ્ટનશિપ કરી છે. જેમાંથી ટીમે 22 મેચ જીતી છે અને 10 મેચ હારી છે, જ્યારે 8 મેચ ડ્રો રહી છે. આ સિવાય તેણે 75 T20માં ટીમની કેપ્ટનશિપ કરી છે, જેમાં 39માં જીત અને 34માં હારનો સામનો કરવો પડ્યો છે. 1 મેચ ડ્રો રહી છે. વિલિયમસને 91 ODI મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું છે અને ટીમ 46 મેચ જીતી છે અને 40 મેચ હારી છે.
