લખનઉ3 કલાક પેહલા
- કૉપી લિંક
એક ખેલાડી તરીકે તમારે સતત પરફોર્મન્સ આપવું પડતું હોય છે. એ પછી તમે એક ખેલાડી તરીકે રમો કે કેપ્ટન તરીકે. તમારી ટીમને રિઝલ્ટ જોઈએ છે. ક્રિકેટ એ એક ટીમ ગેમ છે અને તેમાં પણ જો પરફોર્મન્સ સારું ન હોઈ તો ભારત જેવા આટલા મોટા દેશમાં દરેક પ્લેયરનું પત્તું ગમે ત્યારે કપાઈ શકે છે. આવું જ અત્યારે કેએલ રાહુલ સાથે થઈ રહ્યું છે. એક તરફ એવા સમાચાર આવે છે કે કેએલ રાહુલને બીજી ટેસ્ટમાંથી પડતો મુકવામાં આવી શકે છે. તો બીજી તરફ હવે IPLને લગતા અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે LSG તેને રિલીઝ કરી શકે છે. મતલબ કે મેગા ઓક્શનમાં લખનઉ સુપરજાયન્ટ્સ રાહુલને રિટન નહીં કરે.
લખનઉ સુપર જાયન્ટ્સના એક અધિકારીએ કહ્યું છે કે અમારી રિટેન્શન લિસ્ટ હજુ તૈયાર થઈ નથી. અમે 29 ઓક્ટોબરે અમારી યાદી જાહેર કરીશું. જ્યાં સુધી સ્ટ્રાઈક રેટની વાત છે તો તેને કેપ્ટન બનાવતા પહેલા જ તેનો સ્ટ્રાઈક રેટ ખરાબ હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્રેન્ચાઈઝી રાહુલને રિલીઝ કરવા જઈ રહી છે. IPLનું મેગા ઓક્શન નવેમ્બર કે ડિસેમ્બરમાં થઈ શકે છે, જોકે ઓક્શનની તારીખ અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
રિટેન્શનનો અર્થ એ છે કે જે ખેલાડીઓના નામ આ યાદીમાં રહેશે તેમને ઓક્શન કરવામાં આવશે નહીં. તે ફ્રેન્ચાઇઝીનો હિસ્સો બનવાનું ચાલુ રાખશે.
તો, મુંબઈ ઈન્ડિયન્સ IPLમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને રિટેન કરી શકે છે. ફ્રેન્ચાઇઝીના એક સૂત્રએ ભાસ્કરને જણાવ્યું હતું કે મેનેજમેન્ટ આ ચારને રિટેન રાખવાનું વિચારી રહ્યું છે.
IPL-2024નું મેગા ઓક્શન નવેમ્બર-ડિસેમ્બરમાં થઈ શકે છે. તેની ઇવેન્ટની તારીખ અને સ્થળ હજુ નક્કી કરવામાં આવ્યું નથી.
અહેવાલોમાં દાવો- LSG કેએલ રાહુલને રિટેન નહીં કરે TOI, તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે લખનઉ સુપર જાયન્ટ્સ ભારતીય બેટર કેએલ રાહુલને રિલીઝ કરવા જઈ રહી છે. ફાસ્ટ બોલર મયંક યાદવ, રવિ બિશ્નોઈ અને નિકોલસ પૂરનને રિટેન કરી શકે છે.
LSGના સોર્સના આધારે, અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટીમના મેન્ટર ઝહીર ખાન અને કોચ જસ્ટિન લેંગરે કેએલ રાહુલના આંકડાઓનું એનાલિસિસ કર્યું છે. તે સ્પષ્ટ થઈ ગયું કે ટીમ લગભગ તમામ મેચ હારી ગઈ છે. કેએલ રાહુલે લાંબા સમય સુધી બેટિંગ કરી છે અને રન બનાવ્યા છે. પરંતુ તેનો સ્ટ્રાઈક રેટ રમતની ગતિ સાથે મેળ ખાતો નથી.
ઈમ્પેક્ટ પ્લેયરના નિયમ સાથે સ્કોર વધુ થઈ રહ્યો છે. ટૉપ ઓર્ડરનો ટોચનો પ્લેયર રમવા માટે આટલો સમય લે તે પરવડી શકે નહીં. ફ્રેન્ચાઇઝીએ રાહુલ પર બોલી લગાવવાની વાતને નકારી નથી. છેલ્લી ત્રણ સિઝનમાં કેએલ રાહુલે 1410 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 130.65 રહ્યો છે. રાહુલે 2022ની સિઝનમાં બે સદી ફટકારી હતી. એક તરફ ભારતીય ટીમમાં પણ રાહુલનું સ્થાન ડગુંમગું છે, અને હવે બીજીતરફ તેને LSG રિલીઝ કરી શકે તેવા અહેવાલોથી રાહુલનું પત્તું કપાઈ શકે છે.
MI તિલક-ઈશાન માટે RTM કાર્ડનો ઉપયોગ કરશે મુંબઈના સૂત્રએ જણાવ્યું કે ફ્રેન્ચાઈઝી તિલક વર્મા અને ઈશાન કિશન પર રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. ફ્રેન્ચાઇઝી અન્ય યંગ પ્લેયર્સ પર પણ નજર રાખી રહી છે.
ક્રિકેટને લગતા આ સમાચાર પણ વાંચો…
ભારતીય ટીમ ફરી ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે: ગિલ અથવા રાહુલને તક મળી શકે; બીજી ટેસ્ટ માટે સંભવિત પ્લેઇંગ-11 જાણો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આવતીકાલથી પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં શરૂ થશે. ભારતને પહેલી ટેસ્ટમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.
બીજી ટેસ્ટમાં પણ ભારતીય ટીમનું કોમ્બિનેશન પહેલી મેચ જેવું જ રહી શકે છે, પરંતુ આ વખતે કેટલાક નામ બદલાઈ શકે છે. ત્યાર બાદ ટીમ પાંચ બેટર્સ, એક વિકેટકીપર, ત્રણ સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતરશે. સંપૂર્ણ સમાચાર વાંચો…